યમુના નદી જેવું ઝેરી ફીણ આવી ગયું બૅન્ગલોર પાસે રસ્તા પર

25 October, 2024 11:23 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

સ્થાનિક પ્રશાસનનું માનવું છે કે....

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

બુધવારે બૅન્ગલોર અને આસપાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને લીધે ગઈ કાલે સવારે બૅન્ગલોરથી ૪૦ કિલોમીટર દૂર આવેલા હોસુરમાં રસ્તા પર ઝેરી ફીણ (યમુના નદીમાં પ્રદૂષણને લીધે જેવું ઝેરી ફીણ થઈ જાય છે એવું જ) આવી ગયું હતું. પાંચ ફુટ ઊંચા ફીણને લીધે રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા અને ટ્રાફિકને ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો. ભારે વરસાદનો ફાયદો લઈને કર્ણાટકની ઘણી ફૅક્ટરીઓએ નદીમાં કેમિકલ નાખ્યું હશે અને એને લીધે નદીમાં ઝેરી ફીણ થયું હશે જે રસ્તા સુધી આવી ગયું હોવું જોઈએ એવું સ્થાનિક પ્રશાસનનું માનવું છે. 

bengaluru national news Weather Update