24 September, 2024 02:59 PM IST | Amaravati | Gujarati Mid-day Online Correspondent
તિરુપતિ લાડુ
ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ તિરુપતિ લાડુ બનાવવામાં પશુઓની ચરબીના કહેવાતા ઉપયોગની તપાસ મામલે સુપ્રીમ કૉર્ટ પહોંચ્યા છે. તેમણે કૉર્ટના નિરીક્ષણમાં તપાસ કરવાની અરજી કરી છે.
તિરુપતિ સ્થિત મંદિરના પ્રસાદમાં કહેવાતી રીતે પ્રાણીઓની ચરબી હોવાનો વિવાદ ચાલી રહ્યો છે. આ વચ્ચે એક મહિલા તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે શ્રી વેંકટેશ્વરા મંદિરમાં મળેલા લાડુમાં તમાકુની પડીકી મળી છે. જો કે, આને લઈને મંદિર પ્રબંધન તરફથી અધિકારિક રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ આરોપ લગાડ્યા હતા કે જગન મોહન રેડ્ડીની સરકારમાં તિરુપતિ મંદિરમાં વહેંચવામાં આવતા લાડુઓમાં પ્રાણીઓની ચરબી મળી આવી હતી.
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, ખમ્મમ જિલ્લાની રહેવાસી ડોન્થુ પદ્માવતીએ આરોપ મૂક્યો છે કે તેને પ્રસાદ તરીકે મળેલા લાડુમાં કાગળની તમાકુની પડીકી મળી હતી. તે 19 સપ્ટેમ્બરે તિરુપતિ મંદિર ગઈ હતી. તે દરમિયાન તે પરિવાર અને પડોશીઓ માટે પ્રસાદ લાવી હતી.
ચેનલ સાથે વાત કરતા તેણે જણાવ્યું કે તે લાડુનું વિતરણ કરે તે પહેલા જ તેને લાડુની અંદર તમાકુની પડીકી મળી આવી હતી. તેણે કહ્યું, `હું લાડુ વહેંચવા જતી હતી ત્યારે અચાનક મને કાગળના નાના ટુકડામાં તમાકુના કણો મળ્યા અને હું ડરી ગઈ.` તેમણે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. "પ્રસાદમ પવિત્ર હોવો જોઈએ અને આવી ભેળસેળ શોધવી એ હૃદયદ્રાવક છે," તેમણે કહ્યું.
લાડુમાં ચરબીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો
ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ તિરુપતિ લાડુ બનાવવામાં પ્રાણીઓની ચરબીના કથિત ઉપયોગની તપાસ માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. તેમણે કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરાવવાની વિનંતી કરી છે. સ્વામીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `X` પર તેમની અરજી વિશે પણ પોસ્ટ કર્યું.
તેમણે પોસ્ટમાં લખ્યું, `આજે મેં પીઆઈએલ દાખલ કરીને સુપ્રીમ કોર્ટને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા લગાવવામાં આવેલા પાયાવિહોણા આરોપોની તપાસના નિર્દેશ આપવાની માંગ કરી છે. નાયડુએ આરોપ લગાવ્યો છે કે તિરુપતિ તિરુમાલા મંદિરના પ્રસાદમાં પ્રાણીઓના માંસ અને અન્ય સડેલા પદાર્થોની ભેળસેળ કરવામાં આવી છે, જેના કારણે ભક્તોમાં ગભરાટ ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં મળતા લાડુના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી અને માછલીનું તેલ ભેળવવામાં આવતું હોવાનું એક લેબ રિપોર્ટમાં (Tirupati Laddu Dispute) સામે આવતા દેશભરના લોકોમાં આક્રોશ ફેલાયો છે. પ્રસાદ આ પ્રકારની મિલાવટ કરવામાં આવતા આ અંગે હવે રાજકારણ પણ શરૂ થયું છે તેમ જ જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાની માગણી પણ કરવામાં આવી રહી છે. જોકે આ મામલે હવે કર્ણાટક સરકાર દ્વારા એક નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે.