રામલલાની મૂર્તિ બનાવનારા જાણીતા મૂર્તિકારના અમેરિકાના વીઝા રિજેક્ટ

15 August, 2024 08:09 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

અગાઉ તેઓ અમેરિકાનો પ્રવાસ કરી ચૂક્યા છે, પણ આ વખતે વીઝા નકારી દેવાયા છે.

અરુણ યોગીરાજ

અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની ભવ્ય મૂર્તિ ઘડી કાઢનારા જાણીતા મૂર્તિકાર અરુણ યોગીરાજને અમેરિકામાં એક કૉન્ફરન્સમાં આવવાનું આમંત્રણ મળ્યું હતું, પણ અમેરિકાએ તેમને વીઝા આપવાનું નકારી દીધું છે. ૩૦ ઑગસ્ટથી પહેલી સપ્ટેમ્બર સુધી વર્જિનિયા રાજ્યના રિચમન્ડના ગ્રેટર રિચમન્ડ કન્વેન્શન સેન્ટરમાં ૧૨મી અક્કા વર્લ્ડ કન્નડા કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે તેમને આમંત્રણ મળ્યું હતું. અરુણ યોગીરાજની પત્ની વિજેતાએ જણાવ્યું હતું કે ‘અગાઉ તેઓ અમેરિકાનો પ્રવાસ કરી ચૂક્યા છે, પણ આ વખતે વીઝા નકારી દેવાયા છે. અમે આ પ્રવાસની બધી તૈયારી કરી દીધી હતી, પણ અગમ્ય કારણોસર વીઝા નકારી દેવાયા છે.’

national news ram mandir ayodhya united states of america india