મિલેટ્સ અને મોદીના મૅજિકથી બનેલું ગીત ગ્રૅમી અવૉર્ડ‍્સ માટે નૉમિનેટ

12 November, 2023 11:36 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સૉન્ગમાં સિંગર ફાલુ અને તેના હસબન્ડ ગૌરવ શાહે પોતાના અવાજનો જાદુ પાથર્યો છે

મિલેટ્સ અને મોદીના મૅજિકથી બનેલું ગીત ગ્રૅમી અવૉર્ડ‍્સ માટે નૉમિનેટ

નવી દિલ્હી ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રજૂ કરતા મિલેટ્સ એટલે કે જાડાં ધાન્ય પરના એક સૉન્ગને આ વર્ષના ગ્રૅમી અવૉર્ડ‍્સ માટે નૉમિનેટ કરવામાં આવ્યું છે. આ સૉન્ગમાં જાડાં ધાન્ય ખાવાથી આરોગ્યને થતા લાભ તેમ જ એને પ્રમોટ કરવા માટેના કેન્દ્ર સરકારના પ્રયાસની વાત કરવામાં આવી છે. મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં અદ્વિતીય સિદ્ધિને બિરદાવવા માટે ગ્રૅમી અવૉર્ડ‍્સ આપવામાં આવે છે.
 ‘અબન્ડન્સ ઇન મિલેટ્સ’ સૉન્ગમાં ઇન્ડિયન-અમેરિકન ગ્રૅમી-વિનિંગ સિંગર ફાલુ (ફાલ્ગુની શાહ) અને તેનો હસબન્ડ અને સિંગર ગૌરવ શાહ જોવાં મળે છે અને એને આ વર્ષે જૂનમાં રિલીઝ કરવામાં આવ્યું હતું.
ફાલુએ કહ્યું હતું કે ‘વડા પ્રધાન મોદીએ મારી અને મારા હસબન્ડ ગૌરવ શાહની સાથે એક સૉન્ગ લખ્યું છે.’ તેણે વધુ જણાવ્યું હતું કે ગ્રૅમી અવૉર્ડ જીત્યા બાદ ગયા વર્ષે દિલ્હીમાં તે વડા પ્રધાન મોદીને મળી હતી ત્યારે તેને જાડાં ધાન્ય વિશે એક સૉન્ગ લખવાનો આઇડિયા આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ પરિવર્તન લાવવા અને માનવતાના કલ્યાણ માટે મ્યુઝિકના પાવર વિશેની ચર્ચા દરમ્યાન તેને ભૂખમરાને સમાપ્ત કરવાનો મેસેજ આપતું એક સૉન્ગ લખવાનું સજેશન આપ્યું હતું.
આ સૉન્ગ ઇન્ટરનૅશનલ યર ઑફ મિલેટ્સને ઊજવી રહ્યું છે. આ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઇન્ટરનૅશનલ યર ઑફ મિલેટ્સ જાહેર કરવામાં આવ્યું હતું.

national news narendra modi