08 June, 2024 07:26 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
રિઝર્વ બૅન્ક
રિઝર્વ બૅન્કે શુક્રવારે મૉનિટરી પૉલિસીની સમીક્ષા કરતા રેપો-રેટનો ૬.૫ ટકાનો દર યથાવત્ રાખ્યો છે. આર્થિક વિકાસની ગતિ જાળવી રાખવા તથા મોંઘવારી પર ફોકસ રાખવા માટે મૉનિટરી પૉલિસી કમિટીએ આ નિર્ણય લીધો છે. કમિટીએ સતત આઠમી વખત રેપો-રેટનો દર યથાવત્ રાખ્યો છે. આ નિર્ણયને કારણે હોમ તથા ઑટો લોનના ઇક્વિટેડ મન્થ્લી ઇન્સ્ટૉલમેન્ટ (EMI)માં ઘટાડો થશે નહીં. સાથે જ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરમાં પણ હાલમાં વધારો થશે નહીં. રિઝર્વ બૅન્કે ૨૦૨૪-’૨૫માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)નું અનુમાન ૭ ટકાથી વધારીને ૭.૨ ટકા કર્યું છે. બૅન્કનું માનવું છે કે જુલાઈ-સપ્ટેમ્બરના ક્વૉર્ટરમાં મોંઘવારીનો દર ૪ ટકાથી નીચે આવી જશે.