ડબ્લ્યુએચઓએ જેની સામે વાંધો ઉઠાવ્યો હતો એ ફાર્મા કંપનીએ ટેસ્ટિંગ નહોતું કર્યું

13 October, 2022 09:13 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સ્ટેટ ડ્રગ કન્ટ્રોલરે મેઇડન ફાર્માસ્યુટિકલ્સને શો કૉઝ નોટિસ આપી

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)


નવી દિલ્હીઃ હરિયાણાના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશને ભારતીય ફાર્મા કંપની મેઇડન ફાર્માસ્યુટિકલ્સની કફ-સિરપ્સના મૅન્યુફૅક્ચરિંગ યુનિટમાં અનેક ખામી શોધી છે. નોંધપાત્ર છે કે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને જણાવ્યું હતું કે ગેમ્બિયામાં ૬૬ બાળકોનાં મોત માટે આ કંપનીની કફ-સિરપ જવાબદાર હોવાનું જાણવા મળ્યું હતું.
હરિયાણાના સ્ટેટ ડ્રગ્ઝ ઑથોરિટીના અધિકારીઓએ નિયમોના 
ભંગના ૧૨ મુદ્દા જણાવ્યા હતા. સોનેપતમાં મૅન્યુફૅક્ચરિંગ યુનિટના ઇન્સ્પેક્શન દરમ્યાન અધિકારીઓને આ નિયમોનો ભંગ થતો હોવાનું જોવા મળ્યું હતું.  
સ્ટેટ ડ્રગ કન્ટ્રોલરે મેઇડન ફાર્માસ્યુટિકલ્સને શો કૉઝ નોટિસ આપી છે કે શા માટે તેમનું મૅન્યુફૅક્ચરિંગ લાઇસન્સને રદ ન કરવું જોઈએ. કંપનીને ૧૪ ઑક્ટોબર સુધીમાં જવાબ આપવા જણાવવામાં આવ્યું છે.
મેઇડન ફાર્માસ્યુટિકલ્સ વિવાદાસ્પદ કફ-સિરપ્સના મૅન્યુફૅક્ચરિંગ અને ટેસ્ટિંગના સંબંધમાં ઇક્વિપમેન્ટ અને ઇન્સ્ટ્રુમેન્ટ્સની લૉગ-બુક રજૂ કરવામાં નિષ્ફળ રહી હતી. આ કંપની ટેસ્ટિંગ જ નહોતી કરતી.

national news world health organization