05 June, 2023 11:14 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કર્ણાટકના (Karnataka) પશુપાલન અને વેટરિનરી સાયન્સ પ્રધાન કે. વેંકટેશના એક નિવેદનનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. વેંકટેશે શનિવારે જણાવ્યું હતું કે પશુપાલકો ઘરડાં થઈ ગયેલાં પશુઓની જાળવણી તેમ જ મૃત પશુઓના નિકાલમાં ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ પ્રધાને સવાલ કર્યો હતો કે ‘જો કોઈ ભેંસ કે આખલાને મારી શકે છે તો ગૌહત્યામાં ખોટું શું છે?
નોંધપાત્ર છે કે કર્ણાટકમાં કૉન્ગ્રેસ સરકાર ૨૦૨૧માં આ પહેલાંની બીજેપી સરકાર દ્વારા રાજ્યની વિધાનસભામાં પસાર કરવામાં આવેલા કર્ણાટક ગૌહત્યા નિવારણ અને પશુઓની જાળવણી (સુધારા) બિલ, ૨૦૨૦માં સુધારો કરવા વિચાર કરી રહી છે. આ બિલમાં રાજ્યમાં ગૌહત્યા પર પ્રતિબંધ છે.