05 March, 2025 12:44 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દિલ્હી હાઈ કોર્ટે તાજેતરમાં કહ્યું હતું કે સ્કૂલના સ્ટુડન્ટ્સ દ્વારા સ્માર્ટફોનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ એક અનિચ્છનીય અને અવ્યવહારુ અભિગમ છે, એને બદલે એના વપરાશનું નિયમન કરવાની અને સ્ટુડન્ટ પર દેખરેખ રાખવાની જરૂર છે.
આ મુદ્દે જસ્ટિસ અનુપ જયરામ ભંભાણીએ ગાઇડલાઇન્સ જાહેર કરી હતી જે સ્કૂલ-સ્ટુડન્ટ્સને સ્માર્ટફોનના ઉપયોગની મંજૂરી આપવાની ફાયદાકારક અને નુકસાનકારક અસરોને સંતુલિત કરવા માટે માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે કામ કરશે.
કોર્ટે કહ્યું હતું કે સ્કૂલોએ સ્ટુડન્ટ્સને જવાબદાર ઑનલાઇન વર્તન, ડિજિટલ રીતભાત અને સ્માર્ટફોનના નૈતિક ઉપયોગ વિશે શિક્ષિત કરવા જોઈએ.