ચીફ જસ્ટિસે દીકરીઓને સુપ્રીમ કોર્ટમાં લાવીને પોતાની કામગીરી બતાવી

07 January, 2023 10:22 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તેઓએ બંને દીકરીઓને કોર્ટરૂમ-નંબર એકમાં લઈ જઈને કોર્ટ કેવી રીતે કામ કરે છે એ દર્શાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડ સિંહ ગઈ કાલે સવારે તેમની બે પાલક પુત્રીઓને લઈને કોર્ટમાં આવ્યા બાદ તેમને કોર્ટરૂમ અને પોતાની ચેમ્બર દેખાડતાં વરિષ્ઠ જજ તથા અન્ય વકીલો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જસ્ટિસ ચંદ્રચૂડ સિંહ તેમની દિવ્યાંગ પાલક પુત્રીઓ સાથે પબ્લિક ગૅલરીમાંથી કોર્ટરૂમમાં પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓ બંને દીકરીઓને કોર્ટરૂમ-નંબર એકમાં લઈ જઈને કોર્ટ કેવી રીતે કામ કરે છે એ દર્શાવ્યું હતું. ચીફ જસ્ટિસે તેમની ૧૬ વર્ષની દીકરી માહી અને ૨૦ વર્ષની પ્રિયંકાને જજ ક્યાં બેસે છે અને વકીલો ક્યાંથી દલીલ કરે છે તે દર્શાવ્યું હતું. ત્યાર બાદ જસ્ટિસ ચંદ્રચૂડે તેમની પુત્રીઓને પોતાની ઑફિસ બતાવી હતી. 

national news supreme court