જાણીતા લેખક તારિક ફતેહનું નિધન, દીકરીએ ટ્વીટ કરીને લખ્યું- હિંદુસ્તાનનો દીકરો...

24 April, 2023 11:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મૂળે પાકિસ્તાની લેખક તારિક ફતેહનું 73 વર્ષની વયે લાંબી બીમારી બાદ સોમવારે નિધન થયું છે.

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાન મૂળના લેખક તારિક ફતેહનું લાંબી બીમારી બાદ સોમવારે (24 એપ્રિલ 2023)ના રોજ નિધન થયું છે. તેમણે 73 વર્ષની વયે પોતાના અંતિમ શ્વાસ લીધા. તારિકની દીકરી નતાશા ફતેહે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તારિક ફતેહ (Tarek Fatah)નો જન્મ 1949માં પાકિસ્તાનમાં થયો હતો અને પછીથી 1980ના દાયકાની શરૂઆતમાં કેનેડા ચાલ્યા ગયા.

નતાશાએ ટ્વીટ કર્યું, "પંજાબના સિંહ, હિંદુસ્તાનના દીકરા, કેનેડાના પ્રેમી, સત્યના વક્તા, ન્યાય માટે લડનારા, દલિતો અને શોષિતોનો અવાજ, તારિક ફતેહે બેટન પાસ કરી દીધી છે. તેમની ક્રાંતિ તે બધાની સાથે ચાલતી રહેશે જે તેમને ઓળખતા હતા અને તેમને પ્રેમ કરતા હતા."

ભારતીય ફિલ્મમેકરે વ્યક્ત કર્યું દુઃખ
તેમના નિધન પર ભારતીય ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું, "એક જ હતા તારિક ફતેહ- સાહસી, મજાક કરનાર, જાણકાર, વિચારક, મહાન વક્તા અને એક નીડર સેનાની. તારિક, મારા ભાઈ, તમને એક ઘનિષ્ઠ મિત્ર તરીકે પામીને આનંદ થયો. ઓમ શાંતિ."

આ પણ વાંચો : સુદાનમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા ભારતે શરૂ કર્યું ઓપરેશન કાવેરી

જાણીતા હતા પોતાના સ્પષ્ટ નિવેદનો માટે
કેનેડામાં વસતા લેખક ઇસ્લામ અને આતંકવાદ પર પોતાના સ્પષ્ટ નિવેદનો માટે જાણીતા હતા. ફતેહે અનેક વાર પાકિસ્તાનની ટીકા કરી કેન્દ્રમાં બીજેપીના નેતૃત્વવાળી એનડીએ સરકાર પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું. તેમણે કેનેડામાં એક રાજનૈતિક કાર્યકર્તા, પત્રકાર અને ટેલીવિઝન હોસ્ટ તરીકે કામ કર્યું છે અને અનેક પુસ્તકો લખ્યા છે.

national news pakistan canada