જમ્મુ અને કાશ્મીરના લોકોને વિશ્વાસમાં લેવા જરૂરી હતા : નરેન્દ્ર મોદી

06 August, 2024 09:02 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

આર્ટિકલ 370 નાબૂદ થયો એને પાંચ વર્ષ થયાં

ગઈ કાલે શ્રીનગરમાં આર્ટિકલ 370 નાબૂદ થયાની પાંચમી ઍનિવર્સરી ઊજવતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો

નૉન-પ્રૉફિટ સંસ્થા બ્લુક્રાફ્ટ ડિજિટલ ફાઉન્ડેશન દ્વારા રિસર્ચ બાદ લખાયેલા અને પેન્ગ્વિન એન્ટરપ્રાઇઝ દ્વારા પ્રકાશિત ‘370 : અનડૂઇંગ ધ અનજસ્ટ, અ ન્યુ ફ્યુચર ફૉર જમ્મુ અને કાશ્મીર’ નામના પુસ્તકની પ્રસ્તાવના નરેન્દ્ર મોદીએ લખી છે જેમાં તેમણે એમ જણાવ્યું હતું કે અમે ઇચ્છતા હતા કે જ્યારે પણ આ નિર્ણય લેવાય ત્યારે એ લોકો પર લાદવાના બદલે લોકોની સંમતિથી લેવામાં આવે.

આ બુકમાં એનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વડા પ્રધાન મોદી તેમણે નક્કી કરેલા લક્ષ્યને હાંસલ કરવામાં કેવી રીતે સફળ રહ્યા હતા. આ બુક આ મહિને રિલીઝ થશે. એમાં ભારતના ઇતિહાસમાં અશક્ય લાગતી આ વાતને કેવી રીતે સિદ્ધ કરવામાં આવી અને વડા પ્રધાન મોદીએ કેવી રીતે એ શક્ય બનાવ્યું એની આંતરિક વાતો રજૂ કરવામાં આવી છે. આર્ટિકલ 370ને નાબૂદ કર્યાને પાંચ વર્ષ થયાં છે.

jammu and kashmir srinagar article 370 narendra modi national news