ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ જીત્યા બાદ અમિત શાહે કેપ્ટન રોહિત શર્મા સાથે કરી વાતચીત

30 June, 2024 03:18 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

પીએમ મોદીએ હાર્દિક પંડ્યાની છેલ્લી ઓવર અને સૂર્ય કુમાર યાદવના કેચની પ્રશંસા કરી હતી. તેમણે ફાઇનલમાં ભારતની જીતમાં જસપ્રિત બુમરાહના યોગદાનની પણ પ્રશંસા કરી હતી

અમિત શાહની ફાઇલ તસવીર

ભારતીય ક્રિકેટ ટીમે ટી૨૦ વર્લ્ડ કપ (T20 World Cup 2024) જીત્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ સાથે ફોન પર વાત કરી અને ટી૨૦ વર્લ્ડ કપ (T20 World Cup 2024) જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે (30 જૂન 2024) ભારતીય ક્રિકેટ ટીમ સાથે ફોન પર વાત કરી હતી અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેણે રોહિત શર્માને તેની શાનદાર કેપ્ટનશિપ માટે અભિનંદન આપ્યા અને તેની ટી20 કારકિર્દીની પ્રશંસા કરી. પીએમએ ફાઇનલમાં વિરાટ કોહલીની ઇનિંગ અને ભારતીય ક્રિકેટમાં તેના યોગદાનની પણ પ્રશંસા કરી હતી.

કોચ રાહુલ દ્રવિડનો પણ આભાર વ્યક્ત કર્યો

પીએમ મોદીએ હાર્દિક પંડ્યાની છેલ્લી ઓવર અને સૂર્ય કુમાર યાદવના કેચની પ્રશંસા કરી હતી. તેમણે ફાઇનલમાં ભારતની જીતમાં જસપ્રિત બુમરાહના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. વડાપ્રધાને ભારતીય ક્રિકેટ (T20 World Cup 2024)માં યોગદાન બદલ રાહુલ દ્રવિડનો પણ આભાર માન્યો હતો.

અમેરિકા અને ઈઝરાયેલના રાજદૂતોએ પણ અભિનંદન પાઠવ્યા

તમને જણાવી દઈએ કે, આખો દેશ ટીમ ઈન્ડિયાની જીતનો જશ્ન મનાવી રહ્યો છે. એટલું જ નહીં, આ જીત વિદેશોમાં પણ લહેર મચાવી રહી છે. ઘણા દેશોના રાજદૂતોએ ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનવા પર અભિનંદન પાઠવ્યા છે. અમેરિકા અને ઈઝરાયેલ જેવા દેશોના રાજદૂતોએ પણ ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું

ભારતીય ક્રિકેટ ટીમે શનિવારે બાર્બાડોસમાં રમાયેલ T-20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 7 વિકેટે હરાવીને બીજી વખત ટાઈટલ જીત્યું હતું. આ જીત સાથે ભારતના નામે ઘણી સિદ્ધિઓ નોંધાઈ હતી. એક તરફ ભારતે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી બાદ 11 વર્ષ સુધી આઇસીસી ટાઈટલ ન જીતવાનો દુષ્કાળ ખતમ કર્યો તો બીજી તરફ એક પણ મેચ હાર્યા વિના વર્લ્ડ કપ જીતનારી પ્રથમ ટીમ બની છે.

ભારતીય ટીમનો ફ્યુચર હેડ કોચ ગૌતમ ગંભીર ગૃહપ્રધાન અમિત શાહને મળ્યો

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમનો ભૂતપૂર્વ ઓપનર, ભૂતપૂર્વ સંસદસભ્ય અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સનો મેન્ટર ગૌતમ ગંભીરે ગઈ કાલે ગૃહપ્રધાન અમિત શાહને શુભેચ્છા આપવા માટે મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટિકિટ પર ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ગંભીર ઈસ્ટ દિલ્હીથી સંસદસભ્ય બન્યો હતો. તેણે પોતાની ક્રિકેટ-કોચિંગની કરીઅર પર ધ્યાન કેન્દ્રિત કરવા સક્રિય રાજકારણમાંથી બ્રેક લીધો છે. પહેલી જુલાઈએ તેના ભારતીય હેડ કોચ બનવાની જાહેરાત થાય એવા અહેવાલ છે.

t20 world cup narendra modi amit shah rahul dravid rohit shetty india cricket news national news