28 July, 2022 07:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુશાંત સિંહ રાજપૂત (ફાઈલ તસવીર સૌજન્ય મિડ-ડે)
બૉલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને 2 વર્ષથી વધારે સમય થઈ ગ્યો છે પણ હજી સુધી તેના ચાહકો તેને વિસરી શક્યા નથી. સોશિયલ મીડિયા પર આજે પણ ચાહકો પોતાના આ પ્રિય સ્ટાર માટે ભાવુક થતા હોય છે. હવે સુશાંતના ચાહકો ઇ-કૉમર્સ કંપની ફ્લિપકાર્ટ પર નારાજ થયા છે. ફ્લિપકાર્ટ પર એક ટી-શર્ટના વેચાણ કરવામાં આવી રહ્યા છે જેમાં સુશાંત સિંહ રાજપૂતની તસવીરને ડિપ્રેશન સાથે જોડવામાં આવી છે.
શું લખેલું છે ટી-શર્ટ પર?
ફ્લિપકાર્ટ પર એક રાઉન્ડ નૅક ટી-શર્ટ વેચાય છે જેમાં Sushant Singh Rajputની પ્રિન્ટેડ તસવીર સાથે લખ્યું છે, "ડિપ્રેશન ડૂબવા જેવું છે." આમ થવાથી સુશાંતના ચાહકો નારાજ છે. સુશાંતના ચાહકોનું સોશિયલ મીડિયા પર કહેવું છે કે તેમના ચહેતા સ્ટાર ડિપ્રેશનના દર્દી નહીં પણ `બૉલિવૂડ માફિયા`નો શિકાર બન્યા. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર `બૉયકૉટ ફ્લિપકાર્ટ` ટ્રેન્ડ થઈ રહ્યું છે.
નારાજગી વ્યક્ત કરી રહ્યા છે યૂઝર્સ
આ જાહેરાત વાયરલ થયા પછી લોકોએ FlipKart વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે અને અનેક લોકોએ તો ઇ-કૉમર્સ કંપનીને ખોટો મેસેજ ફેલાવવા માટે નૉટિસ પર મોકલાવડાવી દીધી છે. એક યૂઝરે આ વિશે ટ્વીટ કરતા લખ્યું, "એક સામાન્ય અને જવાબદાર નાગરિક હોવાને નાતે હું આજે રાતે ફ્લિપકાર્ટને નૉટિસ મોકલીશ." એક અન્ય યૂઝરે લખ્યું, "દેશ હજી પણ સુશાંતના દુઃખદ નિધનના આઘાતમાંથી બહાર નથી આવ્યો. અમે ન્યાય માટે અવાજ ઉઠાવતા રહીશું. ફ્લિપકાર્ટને આ જઘન્ય અપરાધ માટે શરમ આવવી જોઈએ અને માફી માગતા વાયદો કરવો જોઈએ કે આવું ભવિષ્યમાં ક્યારેય નહીં થાય."
કોઈપણ નિર્ણયે નથી પહોંચી મૃત્યુની તપાસ
જણાવવાનું કે સુશાંત સિંહ રાજપૂતનું નિધન 14 જૂન 2020ના થયું. તે પોતાના મુંબઈના ફ્લેટમાં ફાંસના ફંદે લટકતી અવસ્થામાં મળ્યો. કેસની તપાસમાં મુંબઈ પોલીસે આને આપઘાત જણાવ્યો. જો કે, સુશાંતના પરિવારની માગ પર આ કેસની તપાસ પછીથી સીબીઆઇને સોંપવામાં આવી હતી. સીબીઆઇ હજી સુધી આ કેસમાં કોઈપણ પરિણામ સુધી પહોંચી નથી. કેસમાં ડ્રગ્સનું કનેક્શન મળતા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ પણ તપાસ કરી હતી જેમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સહિત અનેક લોકોને આરોપી બનાવવામાં આવ્યા. સુશાંતે બૉલિવૂડમાં ફિલ્મ `કાઈ પો છે` દ્વારા ડેબ્યૂ કર્યો હતો અને તેમની છેલ્લી ફિલ્મ `દિલ બેચારા` હતી જે તેમના મૃત્યુ પછી રિલીઝ કરવામાં આવી હતી.