Swami Vivekananda Jayanti 2024: PM મોદીએ ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ની પાઠવી શુભેચ્છા, તમામ જિલ્લાઓમ ઉજવણી

12 January, 2024 11:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Swami Vivekananda Jayanti 2024: નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુવા દિવસના અવસસે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.આજના દિવસને `રાષ્ટ્રીય યુવા દિવસ` તરીકે ઉજવવામાં આવે છે.

સ્વામી વિવેકાનંદ અને નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીરનો કૉલાજ

Swami Vivekananda Jayanti 2024: સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના એક્સ હેન્ડલ પર અજવે ટ્વીટ પણ કર્યું છે. જેમાં તેઓએ કહ્યું છે કે વૈશ્વિક મંચ પર ભારતીય આધ્યાત્મિકતા અને સંસ્કૃતિની સ્થાપના કરનારા સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર, રાષ્ટ્રીય યુવા દિવસના અવસસે શ્રદ્ધાંજલિ આપું છું. નરેન્દ્ર મોદીની સાથે જ આ પ્રસંગે અન્ય ઘણા નેતાઓ અને વિપક્ષી નેતાઓએ પણ શુભેચ્છા સંદેશ લખ્યા હતા. 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે,  “હું સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ (Swami Vivekananda Jayanti 2024) પર નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. એક મહાન આધ્યાત્મિક નેતા અને સુધારક, સ્વામીજીએ ભારતીયોને તેમના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાથી વાકેફ કરવા દેશભરમાં પ્રવાસ કર્યો. તેમણે યુવાનોને રાષ્ટ્ર નિર્માણ માટે કામ કરવા અને માનવતાની સેવા કરવા પ્રેરણા આપી હતી. તેમણે મહાન ભારતીય આધ્યાત્મિક સંદેશ પશ્ચિમમાં ફેલાવ્યો.”

તમને જણાવી દઈએ કે આજે સ્વામી વિવેકાનંદની 161મી જન્મજયંતિ (Swami Vivekananda Jayanti 2024) દેશમાં ઉજવાઇ રહી છે. તેમણે તેમના જીવનકાળ દરમિયાન હંમેશા ચારિત્ર્ય નિર્માણ અને મૂલ્ય આધારિત શિક્ષણ પર ભાર મૂક્યો હતો. તેઓ હંમેશા તેમના ભાષણો અને લેખો દ્વારા યુવાનોને પ્રેરણા આપવાનું ભગીરથ કાર્ય કર્યું હતું.

સ્વામી વિવેકાનંદની જન્મજયંતિને `રાષ્ટ્રીય યુવા દિવસ` તરીકે ઉજવવામાં આવે છે. આજે નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના નાસિકમાં 27માં ‘રાષ્ટ્રીય યુવા મહોત્સવ’નું ઉદ્ઘાટન કરવા જય રહ્યા છે. જેમાં દેશભરના યુવાનો ભાગ લેવાના છે. દર વર્ષે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર આ ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. 

દેશના દરેક જિલ્લામાં યુવા દિવસની ઉજવણી થશે

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે એક લાખથી વધુ યુવાનો હાજર રહેવાના છે. બીજી તરફ દેશના તમામ જિલ્લાના યુવાનો લાઈવ કોન્ફરન્સ દ્વારા વડાપ્રધાનને સાંભળવાના છે. દેશના તમામ જિલ્લાઓમાં એટલે કે 750થી વધુ જિલ્લાઓમાં યુવા ઉત્સવ સંબંધિત ભવ્ય કાર્યક્રમોનું પણ આયોજન આવ્યું છે. આ સાથે દેશની તમામ શાળા-કોલેજોમાં પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રના નાસિકમાં વિવેકાનંદની જન્મજયંતિ (Swami Vivekananda Jayanti 2024) પર જે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ભાગ લેશે. ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ નિમિત્તે કુંભમાં દેશભરના યુવાનોનો મેળો યોજાઈ રહ્યો છે. એક લાખ યુવાઓ આમાં સામેલ થઈને આ કાર્યક્રમને સફળ બનાવવાના છે.

આજે અટલ સેતુનું પણ થશે ઉદ્ઘાટન

PM નરેન્દ્ર મોદી આજે તેમની મહારાષ્ટ્ર મુલાકાત દરમિયાન અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા શેવા (અટલ સેતુ)નું ઉદ્ઘાટન કરશે. અટલ સેતુ તો દેશનો સૌથી લાંબો દરિયાઈ પુલ પણ છે. 

narendra modi droupadi murmu national news india nashik