પાઇલટ શિવજીની જેમ ઝેરનો ઘૂંટડો પી રહ્યા છે, પ્રિયંકાનું થયું અપમાન...

12 February, 2024 09:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આમ કહીને કૉન્ગ્રેસમાંથી હાંકી કઢાયેલા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ કહે છે, ‘રામ અને રાષ્ટ્ર વિશે કોઈ બાંધછોડ ન કરી શકું’

સચિન પાઈલોટ

નવી દિલ્હી : કૉન્ગ્રેસમાંથી હકાલપટ્ટી થયા બાદ આચાર્ય પ્રમોદે કહ્યું કે રામ અને રાષ્ટ્ર વિશે કોઈ બાંધછોડ ન કરી શકું. આચાર્ય પ્રમોદ કૃષ્ણમ લખનઉની બેઠક પર કૉન્ગ્રેસની ટિકિટના આધારે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ હાર્યા હતા. પક્ષની નેતાગીરી દ્વારા હવે તેમની ટીકા કરવામાં ‍આવી રહી છે.અશિસ્ત બદલ કૉન્ગ્રેસમાંથી હકાલપટ્ટીને પરિણામે આચાર્ય પ્રમોદ કૃષ્ણમે રવિવારે જણાવ્યું હતું કે રામ અને રાષ્ટ્ર વિશે બાંધછોડ ન કરી શકાય.કૉન્ગ્રેસ પક્ષે વારંવાર પક્ષવિરોધી નિવેદન કરવા બદલ આચાર્ય પ્રમોદ કૃષ્ણમની ૬ વર્ષ માટે હકાલપટ્ટી કરી હતી.
તેમણે વધુમાં કહ્યું કે પક્ષમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે. સચિન પાઇલટ ભગવાન શિવજીની જેમ ઝેરનો ઘૂંટડો પી રહ્યા છે અને પ્રિયંકા ગાંધી વડરાનું અપમાન કરવામાં આવે છે. પૂછો પ્રિયંકાને કે તેઓ કેમ નથી જોડાયાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં, એમ પણ પ્રમોદ કૃષ્ણમે કહ્યું હતું.

ગેરશિસ્ત વિશે ફરિયાદો અને વારંવાર પક્ષવિરોધી નિવેદન કરવા બદલ આચાર્ય પ્રમોદ કૃષ્ણમની ૬ વર્ષ માટે સત્વર હકાલપટ્ટી કરવા ઉત્તર પ્રદેશ કૉન્ગ્રેસ સ​​મિતિની દરખાસ્તને કૉન્ગ્રેસપ્રમુખે મંજૂરી આપી હતી, એમ કૉન્ગ્રેસના મહામંત્રી કે. સી. વેણુગોપાલે એક નિવેદનમાં જણાવ્યું હતું. પક્ષની નેતાગીરીના અમુક નિર્ણયોની આચાર્ય કૃષ્ણમે પછીથી ટીકા કરી છે અને વર્તમાન સપ્તાહની શરૂઆતમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે વિરોધ પક્ષ ઇન્ડિયા બ્લૉક વાસ્તવમાં અસ્તિત્વ ધરાવતો નથી.

national news congress sachin pilot priyanka gandhi