25 October, 2022 11:34 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે
દીવાળીના (Diwali) બીજા દિવસે એટલે કે આજે સૂર્યગ્રહણ (Solar Eclipse) થકી દેશના દરેક મંદિરના (Temple) દ્વાર બંધ થઈ ચૂક્યા છે. હકિકતે ગ્રહણ ભારતભરમાં દેખાવાનું છે. આથી ગ્રહણનું સૂતક 12 કલાક પહેલા જ લાગી ગયું છે, જેને કારણે સૂતકમાં મંદિકોના દ્વાર બંધ રહેશે હવે મંદિરોના દ્વારા ગ્રહણ સમાપ્ત થયા પછી સાંજે સાફસફાઈ બાદ ખુલશે. હરકી પૈડી ગંગા ઘાટના બધા મંદિરોમાં સવારથી જ તાળા લાગી ગયા છે. દેશના ખૂણે ખૂણે પહોંચેલા શ્રદ્ધાળુઓને મંદિરમાં તાળું જોઈ નિરાશા હાથ લાગી. મંગળવારે સૂર્યગ્રહણને કારણે બદ્રીનાથ, કેદારનાથ સહિત ઉત્તરાખંડના મોટાભાગના મંદિરો બંધ છે.
શ્રી બદરીનાથ ધામ 25 ઑક્ટોબર
મંદિરના દ્વાર ખુલ્યા 2.30 વાગ્યે
પ્રાતઃ અભિષેક 3 વાગ્યે
મંદિરના દ્વાર બંધ થયા પ્રાતઃ 4 વાગીને 15 મિનિટે.
સાંજે મંદિર ખુલશે 5 વાગીને 32 મિનિટે
રાતે શુદ્ધિકરણ અભિષેક સાંજે 6 વાગીને 15 મિનિટે
શયન આરતી બાદ રાતે મંદિર બંધ થશે લગભગ 9.30 વાગ્યે.
શ્રી કેદારનાથ ધામ
રાતે મહામૃત્યુંજય પાઠ/અભિષેક 24 ઑક્ટોબર રાતે 10 વાગ્યે.
મંદિરના દ્વાર ખુલ્યા 25 ઑક્ટોબર પ્રાતઃ 3 વાગ્યે
સવારે ચાર વાગ્યા સુધી દેવ દર્શન, બાલભોગ ચડાવવામાં આવ્યું.
સવારે 4.15 વાગ્યે મંદિરના દ્વાર બંધ થઈ દયા.
સાંજે 5 વાગીને 32 મિનિટે ખુલશે મંદિરના દ્વાર
સાફસફાઈ, શુદ્ધિકરણ હવન બાદ 7 વાગ્યે ભગવાનનું અભિષેક શ્રૃંગાર, શયન આરતી બાદ સાંજે 8.30 વાગ્યે શ્રી કેદારનાથ મંદિરના દ્વાર થશે બંધ
આ પણ વાંચો : જાણો ભારતમાં કેટલા વાગ્યે દેખાશે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ?
કેદારનાથ મંદિરની વાત કરીએ તો પંચાંગ ગણના પ્રમાણે 25 ઑક્ટોબર મંગળવારે પ્રાતઃ ચાર વાગીને 26 મિનિટથી સાંજે પાંચ વાગીને 32 મિનિટ ગ્રહણકાળ સુધી કેદારનાથ મંદિર તેમજ બધા અધીનસ્થ મંદિરના દ્વારા ગ્રહણ દરમિયાન બંધ રહેશે. હવે ગ્રહણ બાદ સ્નાન અને દાન કરવાનું મહત્વ છે. ગ્રહણ બાદ સ્નાન કર્યા પછી શ્રદ્ધાળુ પવિત્ર નદીઓમાં સ્નાન કરશે. પ્રયાગરાજના ત્રિવેણી સંગમ પર હજારો ભક્તો ગ્રહણ પછી સ્નાન કરવા આવે છે.