13 April, 2023 06:26 PM IST | Surat | Gujarati Mid-day Online Correspondent
રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)
આ પહેલા સૂરતની (Surat) એક સેશન કૉર્ટમાં સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીના વકીલ આરએસ ચીમાએ કહ્યું કે રાહુલ ગાંધી વાયનાડથી રેકૉર્ડ મતથી જીતીને લોકસભા પહોંચ્યા હતા અને દોષ સાબિત થયા બાદ તેમની સંસદનું સભ્યપદ જવું મોટું નુકસાન છે.
માનહાનિ કેસમાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સજાને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સૂરત કૉર્ટમાં સુનાવણી પૂરી થઈ ગઈ. કૉર્ટે પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કૉર્ટ 20 એપ્રિલના રોજ પોતાનો નિર્ણય સંભળાવી શકે છે. હકિકતે, રાહુલ ગાંધીએ પોતાની સજા પર સ્ટેની માગ કરતી અરજી કૉર્ટમાં રજૂ કરી છે.
આ પહેલા સૂરતની એક સેશન કૉર્ટમાં સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીના વકીલ આરએસ ચીમાએ કહ્યું કે રાહુલ ગાંધી વાયનાડથી રેકૉર્ડ મતો દ્વારા જીતીને લોકસભા પહોંચ્યા હતા અને દોષ સિદ્ધ થયા બાદ તેમનું સંસદનું સભ્યપદ જવું એક મોટું નુકસાન છે. તેમણે પોતાના ક્લાઈન્ટ રાહુલ ગાંધી તરફથી કહ્યું કે મારું ભાષણ માનહાનિ કરનારું નહોતું, પણ તેને પરિપેક્ષ્યથી અલગ રીતે માનહાનિકારક બનાવવામાં આવ્યું. હકિકતે મારા વિરુદ્ધ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી કારણકે મેં વડાપ્રધાનની સ્પષ્ટ રીતે ટીકા કરી. ખોટી રીતે મારી વિરુદ્ધ ટ્રાયલ ચલાવવામાં આવ્યુ.
ચીમાએ કહ્યું કે રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં ભાષણ આપ્યું હતું, જેને લઈને તેમના પર માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો અને કેસ નોંધાવનારા પૂર્ણેશ મોદીને સોશિયલ મીડિયા દ્વારા મળેલા એક મેસેજ દ્વારા આની માહિતી મળી હતી. ચીમાએ કહ્યું કે જો કોઈ કહે છે કે પંજાબી ઝગડાડુ હોય છે અને ગાળો ભાંડે છે... તો શું હું આને લઈને માનહાનિનો કેસ કરી શકું છું કે? એવા જ શબ્દ ગુજરાતી અને અન્ય ભાષાના-ધાર્મિક સંગઠનો માટે વાપરવામાં આવે છે.
ચીમાએ કહ્યું કે તેમના ક્લાઈન્ટને ફક્ત અડધા કલાકમાં દોષી જાહેર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન જજે કહ્યું હતું કે "તમને સુપ્રીમ કૉર્ટે ચેતવણી આપી હતી, ખૂબ જ ઢીઢ છો. તમે કંઈ ન સમજ્યા. ચીમએ કહ્યું કે આટલા આકરા શબ્દોના ઉપયોગ માટે હું માફી માગું છું પણ જજને ગુમરાહ કરવામાં આવ્યા અને તે ખૂબ જ કઠોર પણ હતા."
આ પણ વાંચો : ITના દરોડા બાદ BBC મામલે EDની એન્ટ્રી, FEMAના ઉલ્લંઘન મામલે આરોપોની તપાસ શરૂ
ચીમાએ કૉર્ટને જણાવ્યું કે ચોકીદાર ચોર હૈ કોમેન્ટ માટે રાહુલ ગાંધીએ નવેમ્બર 2019માં માફી માગી હતી પણ મોદી ઉપનામને લઈને રાહુલ ગાંધીએ એપ્રિલ 2019માં નિવેદન આપ્યું હતું. એવામાં જજ એવી ટિપ્પણી કેવી રીતે કરી શકે છે?