લોકોની મુશ્કેલી વધી: સુપ્રીમ કોર્ટે આ કેબ કંપનીઓને આપ્યો મોટો ઝટકો, સેવાઓ પર રોક

12 June, 2023 06:51 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

સુપ્રીમ કોર્ટે (supreme court) સોમવારે દિલ્હી હાઇકોર્ટ (high Court) ના એક આદેશ પર સ્ટે મૂક્યો હતો. આ સ્ટે અનુસાર બાઇક-ટેક્સી એગ્રીગેટર્સને દિલ્હીમાં જ્યાં સુધી અંતિમ નીતિનિયમોની સૂચના ન મળે ત્યાં સુધી ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી

સુપ્રીમ કોર્ટ (ફાઈલ ટીસવીર)

સુપ્રીમ કોર્ટ (supreme court) દ્વારા ઉબર અને રેપિડોને મોટો આંચકો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે (supreme court) સોમવારે દિલ્હી હાઇકોર્ટ (high Court) ના એક આદેશ પર સ્ટે મૂક્યો હતો. આ સ્ટે અનુસાર બાઇક-ટેક્સી એગ્રીગેટર્સને દિલ્હીમાં જ્યાં સુધી અંતિમ નીતિનિયમોની સૂચના ન મળે ત્યાં સુધી ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગત 26 મેના રોજ દિલ્હી હાઇકોર્ટ (high Court) દ્વારા પોતાના આદેશમાં રેપિડો અને ઉબર બાઇક ટેક્સીને મોટી રાહત આપવામાં આવી હતી.  જોકે, અદાલત દ્વારા  આદેશ આપવામાં આવ્યો છે કે, દિલ્હી સરકાર દ્વારા પોલિસીને આખરી ઓપ અપાયો છે. ત્યારબાદ બાઇક ટેક્સીના લાયસન્સ માટેની અરજીઓ પર કાર્યવાહી કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે (supreme court) તેના આદેશમાં ખાનગી ટુ વ્હીલર્સને કોમર્શિયલ/ ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સ તરીકે ઉમેરવાની મંજૂરી આપવામાં આવી છે. અને નીતિનિયમો તેમ જ લાયસન્સ મંજૂર થાય ત્યાં સુધી તેઓને ચલાવવાની મંજૂરી આપવી જોઈએ.

ગયા મહિને દિલ્હી હાઈકોર્ટે (high Court) જણાવ્યું હતું કે, “જ્યાં સુધી સરકાર દ્વારા તેમની કામગીરી પર દેખરેખ રાખવા માટે યોગ્ય નિયમોનો મુસદ્દો તૈયાર કરવામાં ન આવે, ત્યાં સુધી રેપિડો અને ઉબર જેવા બાઈક-ટેક્સી એગ્રીગેટર્સ અને તેમના યુઝર્સ સામે કોઈ દબાણપૂર્વકની કાર્યવાહી કરી શકાતી નથી”

હાઈકોર્ટે (high Court) ઉમેર્યું હતું કે, “અરજીકર્તાઓ (રેપિડો)ના વકીલે રજૂઆત કરી હતી કે પોલિસી સક્રિયપણે વિચારણા હેઠળ છે.” હાઇકોર્ટે (high Court) વિશેષમાં ઉમેર્યું હતું કે, “તે મુજબ, અમે આથી નોટિસ પર સ્ટે આપીએ છીએ અને સ્પષ્ટતા કરીએ છીએ કે જ્યાં સુધી અંતિમ પોલિસી જાહેર ન થાય ત્યાં સુધી સ્ટે યથાવત રહેશે. જો કે, એકવાર અંતિમ નીતિ જાહેર થઈ જાય, જો અરજદારો હજુ પણ નારાજ હોય, તો તેઓ યોગ્ય ફોરમ સમક્ષ પગલાં ભરવા માટે સ્વતંત્ર છે,”

વર્ષના આરંભમાં દિલ્હી ટ્રાન્સપોર્ટ વિભાગે (Transport Department) સ્પષ્ટ કર્યું હતું કે, ‘દિલ્હીમાં બાઇક ટેક્સીને મંજૂરી નથી’ તેમાં ઉમેર્યું હતું કે, ‘એપ-આધારિત એગ્રીગેટર્સ કે જેઓ મોટર વાહન અધિનિયમનું ઉલ્લંઘન કરીને ટેક્સી તરીકે વ્યક્તિગત બાઇક ચલાવી રહ્યા છે, તેઓએ સેવા બંધ કરવી પડશે’

આ પણ વાંચો: ગુજરાતમાં આતંકવાદી મૉડ્યુલનો પર્દાફાશ

આમ ન કરવા પર તેઓને 1 લાખ રૂપિયાના દંડ ફટકારવામાં આવશે. કોવિડ મહામારી (covid) વખતે કડક પ્રતિબંધો વચ્ચે મેટ્રો અને બસો જેવી જાહેર પરિવહન સેવાઓ મર્યાદિત બેઠક ક્ષમતા સાથે દોડી રહી હતી. ઉલ્લેખનીય છે કે તેવા સમયે આવી સર્વિસ ઉબર, ઓલા, રેપિડો અને અન્ય જેવા એગ્રીગેટર્સ દ્વારા ઓફર કરવામાં આવતી હતી. ઉપરાંત તેઓએ ભારે લોકપ્રિયતા પણ મેળવી હતી. 

supreme court delhi high court delhi uber national news new delhi delhi news