15 August, 2024 07:59 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
અરવિંદ કેજરીવાલ
સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને દિલ્હી શરાબ કૌભાંડના એક કેસમાં વચગાળાના જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો. આમ આદમી પાર્ટી (AAP)ના નેતાએ કરેલી વચગાળાના જામીન માટેની અરજી પર સુપ્રીમ કોર્ટે હવે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)નો જવાબ માગ્યો છે. આ કેસની સુનાવણી ૨૩ ઑગસ્ટે થશે. કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં દલીલ કરતાં કહ્યું હતું કે આ બહુજ આશ્ચર્યજનક કેસ છે, જેમાં ત્રણ વાર જામીન મળ્યા છે, પણ આરોપીને છૂટવા મળ્યું નથી. જોકે કોર્ટે તેમની દલીલ માની નહોતી અને જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્વલ ભૂયાને આ કેસ ૨૩ ઑગસ્ટ પર મુલતવી રાખ્યો હતો.