કૉલેજિયમમાં સરકારના લોકોને પણ મળે એન્ટ્રી, કિરન રિજિજૂએ ફરી ઊઠાવ્યો મુદ્દો

16 January, 2023 02:15 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

સરકાર નિયુક્તિના નિર્ણય લેનારા કૉલેજિયમમાં પોતાના પ્રતિનિધિઓને પણ સામેલ કરવા માગે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સંબંધે કેન્દ્રી કાયદા મંત્રી કિરન રિજિજૂ તરફથી મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડને પત્ર લખવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

સુપ્રીમ કૉર્ટમાં (Supreme Court) ન્યાયાધીશોની નિયુક્તિને લઈને ન્યાયપાલિકા અને સરકારમાં સતત વિવાદ જળવાયેલો છે. હવે માહિતી છે કે, સરકાર નિયુક્તિના નિર્ણય લેનારા કૉલેજિયમમાં પોતાના પ્રતિનિધિઓને પણ સામેલ કરવા માગે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સંબંધે કેન્દ્રીય કાયદા મંત્રી કિરન રિજિજૂ તરફથી મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડને પત્ર લખવામાં આવ્યો છે. જો કે, આને લઈને અધિકારિક રીતે કંઈપણ કહેવામાં આવ્યું નથી.

એક મીડિયા રિપૉર્ટમાં તેમના સૂત્રોના હવાલે કહેવામાં આવ્યું છે કે રિજિજૂએ સીજેઆઈને પત્ર લખ્યો છે, જેમાં કૉલેજિયમમાં સરકારના પ્રતિનિધિઓને પણ સામેલ કરવાની સલાહ આપવામાં આવી છે. રિપૉર્ટ પ્રમાણે, તેમણે લખ્યું કે પેનલમાં પારદર્શિતા લાવવા માટે સુપ્રીમ કૉર્ટના શીર્ષ ન્યાયાધીશોને સરકારના પ્રતિનિધિઓને પણ ભાગ બનાવવો જોઈએ.

ચર્ચા છે કે રિજિજૂ તરફથી એ પણ કહેવામાં આવ્યું છે કે પ્રદેશના પ્રતિનિધિ હાઈકૉર્ટ કૉલેજિયમનો ભાગ હોવું જોઈએ. ખાસ વાત એ છે કે કૉર્ટ અને સરકારમાં આ મુદ્દાને લઈને ખેંચતાણ જળવાયેલી છે. ગયા વર્ષે જ રિજિજૂએ કૉલેજિયમ સિસ્ટમમાં જવાબદાર અને પારદર્શકતાની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો.

ભાષા પ્રમાણે, રિજિજૂએ રાજ્યસભામાં કહ્યું હતું કે ન્યાયાધીશોની નિયુક્તિ પ્રણાલીમાં સુધારો લાવવાની રિક્વેસ્ટ સાથે જ નિયુક્તિની કૉલેજિયમ પ્રણાલીમાં પારદર્શકતા અને સામાજિક વિવિધતાના અભાવના સંબંધે અનેક સોર્સિઝ પાસેથી અરજીઓ મળી છે. રિજિજૂના એક પ્રશ્નની સાથે લેખિત જવાબમાં રાજ્યસભાને આ માહિતી આપી.

આ પણ વાંચો : હવે મુંબઈના આ સ્ટેશન પર પણ ઊભી રહેશે ગાંધીનગર જતી વંદે ભારત એક્સપ્રેસ, જાણો વિગત

તેમણે કહ્યું, "સરકારે ઉચ્ચ ન્યાયાલયો અને ઉચ્ચતમ ન્યાયાલયમાં ન્યાયાધીશોની નિયુક્તિ માટે પ્રક્રિયા જ્ઞાપનને અનુપૂરિત કરવાની સલાહ પણ મોકલી છે." પ્રક્રિયા અરજી એક દસ્તાવેજ છે જે ઉચ્ચ ન્યાયપાલિકામાં ન્યાયાધીશોની નિયુર્તિ અને ફેરબદલ દરમિયાન કામ કરે છે.

national news supreme court kiren rijiju Mumbai mumbai news