મીડિયા સરકારનું સમર્થન કરે એ જરૂરી નથી, સ્વતંત્ર પ્રેસ જરૂરી, SCનો નિર્દેશ

05 April, 2023 01:58 PM IST  |  Kerala | Gujarati Mid-day Online Correspondent

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની આગેવાની પીઠે `મીડિયા વન`ના પ્રસારણ પર સુરક્ષાના આધાર પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્રના નિર્ણયને જાળવી  રાખવા સંબંધે કેરળ ઉચ્ચ ન્યાયાલયનો આદેશ રદ કરી દીધો છે.

પ્રતીકાત્મક તસવીર

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની આગેવાની પીઠે `મીડિયા વન`ના પ્રસારણ પર સુરક્ષાના આધાર પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્રના નિર્ણયને જાળવી  રાખવા સંબંધે કેરળ ઉચ્ચ ન્યાયાલયનો આદેશ રદ કરી દીધો છે.

મીડિયા વન ચેનલ પર લાગેલા પ્રતિબંધને સુપ્રીમ કૉર્ટે ખસેડી લીધા છે. આની સાથે સરકારને ફટકાર પણ લગાડી છે. ઉચ્ચતમ ન્યાયાલયે બુધવારે કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે દેશમાં આઝાદ મીડિયા જરૂરી છે. સુપ્રીમ કૉર્ટનું કહેવું છે કે સરકારની નીતિઓ વિરુદ્ધ ચેનલના વિવેચનાત્મક વિચારોને દેશ વિરોધી ન કરી શકાય કારણકે મજબૂત લોકતંત્ર માટે સ્વતંત્ર પ્રેસ જરૂરી છે.

ખાસ વાત એ છે કે આ પહેલા કેરળ હાઈકૉર્ટ તરફથી કેન્દ્ર સરકારના નિર્ણયને જાળવી રાખવામાં આવ્યો હતો. સૂચના તેમજ પ્રસારણ મંત્રાલય તરફથી આદેશ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં ચેનલના લાઈસન્સને રિન્યૂ કરવાની ના પાડી દેવામાં આવી હતી. આ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપ્યો હતો. હવે સુપ્રીમ કૉર્ટે તથ્યો વગર `હવામાં` રાષ્ટ્રીય સુરક્ષા સંબંધી દાવા કરવાને લઈને સરકાર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી છે.

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની આગેવાનીવાળી પીઠે `મીડિયા વન`ના પ્રસારણ પર સુરક્ષા આધાર પર પ્રતિબંધ લગાડવાના કેન્દ્રના નિર્ણયને જાળવી રાખવા સંબંધે કેરળ ઉચ્ચ ન્યાયાલયના આદેશને રદ કરી દીધો છે.

સરકારની ટીકા પર રદ ન થઈ શકે ચેનલનું લાઈસન્સ
સીજેઆઈ ચંદ્રચૂડની આગેવાની વાળી બેન્ચે કહ્યું, "એવું કંઈ નથી મળ્યું, જે આતંકવાદી તાર સાથે જોડાયેલું હોય. હવામાં રાષ્ટ્રીય સુરક્ષાના દાવા ન કરી શકાય. જોવા મળ્યું છે કે આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ પગલું વિચાર્યા વગર ઉઠાવ્યું છે."

કોર્ટનું કહેવું છે કે સરકારની ટીકાને કારણે ટીવી ચેનલનું લાયસન્સ રદ ન કરી શકાય. બેન્ચે કહ્યું, "સરકારને આ મત રાખવાની પરવાનગી ન આપી શકાય કે પ્રેસએ સરકારનું સમર્થન કરવું જરૂરી છે."

આ પણ વાંચો : Maharashtra:અહમદનગર અને નંદુબારમાં બે જુથો વચ્ચે ઘર્ષણ, હિંસામાં પોલીસકર્મી ઘાયલ

તેમણે કહ્યું, "એક ગણરાજ્ય લોકતંત્રને મજબૂતીથી ચાલવા દેવા માટે સ્વતંત્ર પ્રેસની જરૂર છે. લોકતાંત્રિક સમાજમાં આની ભૂમિકા મહત્વની છે." સુપ્રીમ કૉર્ટે કહ્યું, "બઘા ઈન્વેસ્ટિગેટિવ રિપૉર્ટ્સને ગોપનીય ન કહી શકાય, કારણકે આ નાગરિકોના અધિકારો અને આઝાદીને પ્રભાવિત કરે છે."

national news supreme court kerala high court kerala