ED-CBIના દુરુપયોગ વિરુદ્ધ 14 વિપક્ષી દળોની અરજી પર સુનાવણી માટે SCએ પાડી ના

05 April, 2023 05:31 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કૉંગ્રેસ સહિત 14 રાજનૈતિક દળોને સુપ્રીમ કૉર્ટમાંથી રાહત નથી મળી. ED અને સીબીઆઈના દુરુપયોગની અરજી પર સુનાવણીની સુપ્રીમ કૉર્ટે ના પાડી દીધી છે. અરજી પાછી લઈ લેવામાં આવી છે. CJIએ કહ્યું કે અમે આ અરજી પર સુનાવણી નહીં કરીએ.

પ્રતીકાત્મક તસવીર

કૉંગ્રેસ સહિત 14 રાજનૈતિક દળોને સુપ્રીમ કૉર્ટમાંથી રાહત નથી મળી. ED અને સીબીઆઈના દુરુપયોગની અરજી પર સુનાવણીની સુપ્રીમ કૉર્ટે ના પાડી દીધી છે. અરજી પાછી લઈ લેવામાં આવી છે. CJIએ કહ્યું કે અમે આ અરજી પર સુનાવણી નહીં કરીએ. તમે ઇચ્છો તો અરજી પાછી લઈ શકો છો. કૉર્ટ માટે આ મુશ્કેલ છે. આથી દળોએ અરજી પાછી ખેંચી લીધી છે. CJIએ કહ્યું કે આ કોઈ એવી અરજી નથી, જે પ્રભાવિત લોકોએ દાખલ કરી હોય. આ 14 રાજનૈતિક પાર્ટીઓએ દાખલ કરી છે. CJIએ કહ્યું કે દેશમાં આણ પણ સજાનો દર ઓછો છે.

અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે અમે એવું નથી કહેતા. અમે ચાલતી તપાસમાં દખલ દેવા માટે નથી આવ્યા. અમે ગાઈડલાઈન ઇચ્છીએ છીએ. CJIએ કહ્યું કે શું અમે આ આધારે આરોપોને રદ કરી શકીએ છીએ? તમે અમને કેટલાક આંકડા આપો. આખરે એક રાજનૈતિક નેતા મૂળ રીતે એક નાગરિક હોય છે. નાગરિક તરીકે આપણે બધા એક જ કાયદાને આધીન છીએ. સિંધવીએ કહ્યું કે અમે 14 પાર્ટીઓ મળીને છેલ્લા રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોના વિધાનસભા ચૂંટણીમાં નાખવામાં આવેલા 45.19 ટકા મતોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ। 2019ની ચીંટણીમાં નાખવામાં આવેલા મતોની ટકાવારી 42.5 હતી અને અમે 11 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સત્તા પર બિરાજમાન છીએ.

CJIએ કહ્યું કે રાજનૈતિક નેતાઓને પણ કોઈ ઈમ્યૂનિટી નથી, તે પણ સામાન્ય નાગરિકના અધિકારો હેઠળ આવે છે. અમે આ આદેશ કેવી રીતે જાહેર કરી શકીએ છીએ કે ટેસ્ટ વગર ધરપકડ ન કરવી. CRPCમાં પહેલી જ જોગવાઈ છે. તમે ગાઈડલાઈન માગી રહ્યા છો, પણ આ બધા નાગરિકો માટે હશે. રાજનૈતિક નેતાઓને કોઈ ઉચ્ચ ઈમ્યૂનિટી નથી. શું આપણે સામાન્ય કેસમાં આ કહી શકીએ છે કે જો તપાસથી ભાગવા/બીજી શરતોના હનનની શંકા ન હહોય તો કોઈ શખ્સની ધરપકડ ન થાય. જો આપણે બીજા કેસમાં એવું નથી કહી શકતા તો રાજનેતાઓને કેસમાં કઈ રીતે કહી શકીએ છીએ. રાજનેતાઓ પાસે કોઈ વિશેષાધિકાર નથી. તેમના અધિકાર પણ સામાન્ય જનતા જેવા જ છે.

સીજેઆઈએ કહ્યું કે તમારી અરજીથી એ લાગી રહ્યું છે કે વિપક્ષી નેતાઓને નિશાનો બનાવવામાં આવે છે, પણ ચર્ચામાં તમે કહી રહ્યા છો કે નેતાઓને ધરપકડથી બચાવવામાં આવે. આ કોઈ હત્યા કે સેક્સ્યુઅલ અસૉલ્ટનો કેસ નથી. અમે આ પ્રકારના આદેશ કેવી રીતે જાહેર કરી શકીએ છીએ. જે ક્ષણે તમે લોકતંત્ર કહો છો, આ ચોક્કસ રીતે રાજનેતાઓ માટે એક દલીલ છે.

આ પણ વાંચો : હનુમાન ચાલીસા મામલે રાણા દંપત્તિની વધી શકે છે મુશ્કેલી

CJIએ આગળ કહ્યું કે તમે આમ કેવી રીતે અમારી પાસે આવી શકો છો, જ્યાં એજન્સીઓએ કાયદો પાલન નથી કર્યો. અમારે માટે આ પ્રકારની ગાઈડલાઈન જાહેર કરવી શક્ય નથી. અમે જામીન વગેરેને લઈને ગાઈડજાહેર કરી છે, પણ તે બધા તથ્યોના આધારે જાહેર કરી હતી. અમે એવી ગાઈડલાઈન્સ કઈ રીતે જાહેર કરી શકીએ? જો કોઈ વ્યક્તિ પોતાનો કેસ લાવે છે તો અમે કાયદા પ્રમાણે નિર્ણય લઈએ છીએ. આથી સુપ્રીમ કૉર્ટે એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈના દુરુપયોગની 14 વિપક્ષી દળની અરજી પર સુનાવણી કરવાની ના પાડી દીધી છે.

national news directorate of enforcement supreme court congress central bureau of investigation