સુપ્રીમ કોર્ટે પતંજલિ અને બાબા રામદેવ સામે કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની કાર્યવાહી બંધ કરી દીધી

14 August, 2024 08:58 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને ભ્રામક જાહેરાતોના મુદ્દે કોર્ટની ટીકાનો સામનો કરવો પડ્યો હતો

ફાઇલ તસવીર

પતંજલિ આયુર્વેદ અને એના સ્થાપકો બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને રાહત આપતાં સુપ્રીમ કોર્ટે ગઈ કાલે તેમની સામે અદાલતની અવમાનનાના તમામ આરોપ હટાવી દીધા હતા.

બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને ભ્રામક જાહેરાતોના મુદ્દે કોર્ટની ટીકાનો સામનો કરવો પડ્યો હતો. જ​સ્ટિસ હિમા કોહલી અને જ​સ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે ચુકાદો આપતાં ગઈ કાલે તેમની સામે કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની કાર્યવાહી બંધ કરી દીધી હતી. બાબા રામદેવે ૨૦૨૩ના નવેમ્બરમાં પ્રેસ-કૉન્ફરન્સમાં માફી માગી હતી અને પછી અખબારોમાં જાહેરાત પ્રકાશિત કરીને માફી માગી હતી.

Patanjali baba ramdev supreme court national news