Supreme Court: આશારામ બાપુની આશા પર ફરી એકવાર પાણી, SCએ કહી દીધું કે...

01 March, 2024 01:31 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Supreme Court: સુપ્રીમ કોર્ટે આશારામની તબિયતના આધારે બળાત્કારના કેસમાં સજાને સ્થગિત કરવાની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો છે.

આશારામ બાપુની ફાઇલ તસવીર

આસારામ જેલા 11 વર્ષથી જેલમાં સજા ભોગવી રહ્યા છે. એપ્રિલ 2018માં રાજસ્થાનના જોધપુરની એક અદાલતે આસારામને 2013માં તેના આશ્રમમાં એક સગીર સાથે બળાત્કારનો દોષી ઠેરવ્યા બાદ તેઓને આજીવન કેદની સજા ફટકારી હતી.

આ સાથે જ હવે સુપ્રીમ કોર્ટ (Supreme Court) તરફથી પણ તેઓને મોટો ઝટકો આપવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુપ્રીમ કોર્ટે આજે આસારામની જામીન અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. 

આસારામે શું કહીને જામીન માંગ્યા હતા?

તમને જણાવી દઈએ કે હાલમાં આસારામે પોતાની ખરાબ તબિયતને લઈને જામીન માંગ્યા હતા. પરંતુ આ જામીન પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) જણાવ્યું હતું કે રાજસ્થાન હાઈકોર્ટે નીચલી કોર્ટે આપેલી આજીવન કેદની સજા વિરુદ્ધ આસારામની અરજી પર ઝડપથી સુનાવણી કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે જો આસારામ ઈચ્છે તો તેમણે હાઈકોર્ટમાં અરજી કરીને સારવારની માંગણી કરવી જોઈએ.

યૌન બળાત્કારના કેસમાં આસારામ બાપુ જેલમાં સજા કાપી રહ્યા છે. આજે સુપ્રીમ કોર્ટ તરફથી તેઓને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટ તરફથી આસારામ બાપુની તબિયતના આધારે બળાત્કારના કેસમાં સજાને સ્થગિત કરવાની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો છે. 

સુપ્રીમ કોર્ટ (Supreme Court) તરફથી આસારામ બાપુને પોલીસ કસ્ટડીમાં મહારાષ્ટ્રની હોસ્પિટલમાં ખરાબ તબિયતને પગલે સારવાર માટે રાજસ્થાન હાઈકોર્ટનો સંપર્ક કરવાની સલાહ આપી હતી. મહારાષ્ટ્રમાં પોલીસ કસ્ટડીમાં આસારામ બાપુએ  ખરાબ તબિયતને પગલે આયુર્વેદિક પદ્ધતિથી સારવારની માંગ કરી હતી. પરંતુ આ માટે કોર્ટે તેમને રાજસ્થાન હાઈકોર્ટમાં જવા કહ્યું હતું. આ રીતે આસારામને ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી.

સુપ્રીમ કોર્ટે જામીનની અરજી ફગાવતાં શું કહ્યું હતું?

જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ડિવિઝન બેંચ રાજસ્થાન હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ આસારામ બાપુની અરજી પર સુનાવણી કરી રહી હતી. વાસ્તવમાં હાઈકોર્ટે સજા સ્થગિત કરવાની તેમની આ ચોથી અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે જો આસારામને પોલીસ કસ્ટડીને બદલે પોતાની મરજીથી સારવાર કરાવવા દેવામાં આવે તો કાયદો અને વ્યવસ્થા જોખમાઈ શકે છે.

આસારામને માધવબાગ હાર્ટ હોસ્પિટલમાં તેની સારવાર માટે રાજસ્થાન હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરવા કહ્યું અને તેને કાયદા મુજબ ગણવામાં આવશે. ન્યાયાધીશ ખન્નાએ આસારામના ઇરાદાપૂર્વકના પ્રયાસોની નોંધ પણ કરી હતી કે આ કેસમાં તેમની દોષિત ઠરાવી અને સજા સામે હાઇકોર્ટ સમક્ષ તેમની અપીલની સુનાવણીમાં વિલંબ થાય છે.

આ સાથે જ કોર્ટ (Supreme Court) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અરજદારની ફેન ફોલોઈંગને ધ્યાનમાં રાખવી જોઈએ, તેઓના ફેન ફોલોઇન્ગને જોતાં અમારું માનવું છે કે તેઓ પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે જ હોસ્પિટલમાં સારવાર લેવાની મંજૂરી આપવી જોઈએ.

national news india asaram bapu rajasthan supreme court