કૉમેડિયન ઍક્ટર સુનીલ પાલનું અપહરણ કરનાર આરોપી એન્કાઉન્ટરમાં જખમી, પોલીસે મારી પગમાં ગોળી, જાણો વિગતો

15 December, 2024 08:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Sunil Pal Kidnapping Case: દરમિયાન રવિવારે પોલીસે અર્જુનની ધરપકડ કરી હતી. પોલીસે અર્જુન પાસેથી એક સ્કોર્પિયો, 2.25 લાખ રૂપિયા અને ગુનામાં વપરાયેલ મોબાઈલ ફોન કબજે કર્યો હતો.

સુનીલ પાલ (તસવીર: મિડ-ડે)

કૉમેડિયન અને અભિનેતા સુનીલ પાલનું અપહરણ (Sunil Pal Kidnapping Case) થયું હોવાનો ખુલાસો તેમણે પોતે કરતાં મોટો ખળભળાટ મચી ગયો હતો. જોકે હવે આ કેસમાં એક નવો ટ્વિસ્ટ આવ્યો છે. સુનીલ પાલનું અપહરણ કરનારની પોલીસે અટકાયત કરી હોવાની વિગતો જાણવા મળી છે.

સુનીલ પાલ અપહરણ કેસમાં માસ્ટર માઇન્ડ અર્જુનને (Sunil Pal Kidnapping Case) પોલીસે હાફ એન્કાઉન્ટર બાદ મેરઠમાં ધરપકડ કરી છે. રવિવારે બપોરે અહીંના લાલ કુર્તી વિસ્તારમાં એસજીએમ ગાર્ડન પાસે અર્જુન પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે સબ ઈન્સ્પેક્ટરની પિસ્તોલ છીનવી લીધી અને પોલીસ પર ફાયરિંગ પણ કર્યું હતું, જેના જવાબ આપવા કાર્યવાહીમાં પોલીસે પણ તેના પર ગોળીબાર કર્યો હતો, જોકે તે દરમિયાન અર્જુનને પગમાં ગોળી વાગતાં તેને પકડી લેવામાં આવ્યો હતો. હાલ તેને જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

શોના નામે સુનીલ પાલને મુંબઈથી (Sunil Pal Kidnapping Case) દિલ્હી બોલાવવામાં આવ્યો હતો. આ પછી દિલ્હીથી હરિદ્વાર લઈ જતી વખતે બિજનૌરમાં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને 8 લાખની ખંડણી વસૂલ્યા બાદ સુનીલ પાલને છોડવામાં આવ્યો હતો. આવો જ એક કિસ્સો એક્ટર મુસ્તાક ખાન સાથે પણ બન્યો હતો જેમાં તેમનું પણ અપહરણ કરીને ખંડણી લેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. સુનીલ પાલની પત્નીની ફરિયાદ પર સૌથી પહેલા મુંબઈમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી મામલો મેરઠમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો અને પોલીસે ટીમો બનાવી આરોપીઓને પકડવા માટે દરોડા પાડવાનું શરૂ કર્યું. આ દરમિયાન ઘણા બદમાશોના નામ સામે આવ્યા હતા. પોલીસે શનિવારે ચાર બદમાશોની ધરપકડ કરી હતી.

આ આરોપીઓની પૂછપરછ દરમિયાન આ આખી ગૅન્ગ અને કાવતરાના માસ્ટરમાઇન્ડ અર્જુન (Sunil Pal Kidnapping Case) અને લવી હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાન રવિવારે પોલીસે અર્જુનની ધરપકડ કરી હતી. પોલીસે અર્જુન પાસેથી એક સ્કોર્પિયો, 2.25 લાખ રૂપિયા અને ગુનામાં વપરાયેલ મોબાઈલ ફોન કબજે કર્યો હતો. લાલ કુર્તી પોલીસ રવિવારે બપોરે અર્જુનને તબીબી સારવાર માટે જિલ્લા હૉસ્પિટલમાં લઈ જઈ રહી હતી. દરમિયાન, એસજીએમ ગાર્ડન પાસે, અર્જુને સબ ઇન્સ્પેક્ટરની પિસ્તોલ છીનવી લીધી અને પોલીસની જીપમાંથી કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસ પર પણ ફાયરિંગ કર્યું હતું. પોલીસે જવાબી કાર્યવાહી કરી અને અર્જુનને પગમાં ગોળી મારીને ફરીથી પકડી લીધો. હાલ અર્જુનને જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ આ કેસના અન્ય છ આરોપીને શોધી રહી છે. આરોપીઓએ અભિનેતા શક્તિ કપૂરને (Sunil Pal Kidnapping Case) પણ ફોન કરીને આવતા વખતમાં તેમનું પણ અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો હતો એટલું જ નહીં, ૧૦થી વધુ જુનિયર કલાકારોનું અપહરણ કરીને લાખો રૂપિયાની ખંડણી લઈ ચૂક્યા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.

sunil pal Crime News uttar pradesh national news lucknow