રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અધ્યક્ષ સુખદેવ સિંહની ઘરમાં ઘુસીને હત્યા, જયપુરમાં...

05 December, 2023 07:59 PM IST  |  Jaipur | Gujarati Mid-day Online Correspondent

Sukhdev Singh Gogamedi shot dead: સુખદેવ સિંહ ગોગાામેડી લાંબા સમયથી રાષ્ટ્રીય કરણી સેના સાથે જોડાયા હતા. તેમણે કરણી સેના સંગઠનમાં વિવાદ પછી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નામે અલગ સંગઠન બનાવી લીધું હતું.

ગનશૉટની પ્રતીકાત્મક તસવીર

Sukhdev Singh Gogamedi shot dead: સુખદેવ સિંહ ગોગાામેડી લાંબા સમયથી રાષ્ટ્રીય કરણી સેના સાથે જોડાયા હતા. તેમણે કરણી સેના સંગઠનમાં વિવાદ પછી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નામે અલગ સંગઠન બનાવી લીધું હતું. મંગળવારે બદમાશોએ ગોગામેડીના ઘરમાં તેમની હત્યા કરી દીધી. ગેન્ગસ્ટર રોહિત ગોદારાએ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી લીધી છે.

Sukhdev Singh Gogamedi shot dead: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના (Rashtriya Rajput Karni Sena)ના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી (Sukhdev Singh Gogamedi Shot Dead)ની હત્યાના સમાચાર છે. મળતી માહિતી પ્રમાણે, ગોગામેડીને જયપુરમાં મંગળવારે ધોળેદિવસે ગોળી મારી દેવામાં આવી. ગોગામેડીને મેટ્રો માસ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા. ગેન્ગસ્ટર રોહિત ગોદારાએ સુખદેવ સિંગ ગોગામેડી સાથે ઘટના દરમિયાન હાજર રહેલા અજિત સિંહ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા છે. ગોગામેડીની હત્યા પછી તેમના સંગઠન સાથે જોડાયેલા લોકોએ પ્રદર્શન શરૂ કરી દેવામાં આવી છે.

વાયરલ થઈ રહી છે ગેન્ગસ્ટર રોહિત ગોદારાની પોસ્ટ
Sukhdev Singh Gogamedi shot dead: રોહિત ગોદારાએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર એક પોસ્ટ કરી છે જે વાયરલ થઈ રહી છે. રોહિત ગોદારાએ પોતાના ફેસબુક પેજ પર લખ્યું, "રામ રામ, બધા ભાઈઓને હું રોહિત ગોદારા કપૂરીસર, ગોલ્ડી બરાર. ભાઈઓ આજે આ જે સુખદેવ ગોગામેડીની હત્યા થઈ છે, આની સંપૂર્ણ જવાબદારી અમે લઈએ છીએ. આ હત્યા અમે કરાવી છે. ભાઈઓ હું તમને જણાવવા માગું છું કે આ અમારા દુશ્મનો સાથે મળીને તેમની મદદ કરતો હતો. તેમને મજબૂત કરવાનું કામ કરતો હતો. દુશ્મનોની વાત કરું, તો તે પોતાના ઘરના ઊંબરે પોતાની ઠાઠડી તૈયાર રાખે. ટૂંક સમયમાં તેમની સાથે પણ મુલાકાત થશે." પોલીસ વાયરલ થતી આ પોસ્ટને પણ તપાસી રહી છે.

પોલીસ પ્રમાણે, સુખદેવ સિંહ ગોગામેડીનું જયપુરના શ્યામ નગર જનપથ પર ઘર છે. મંગળવારે બપોરે લગભગ 1.30 વાગ્યે બે બદમાશ તેમના ઘરે ઘુસ્યા. ગોગામેડીને જોતા જ તે લોકોએ તેમના પર ફાયરિંગ કરી દીધી. ગોગામેડીને ચાર ગોળી વાગી. સૂચના પર શ્યામ નગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી. પોલીસ કેસની તપાસમાં લાગેલી છે.

રાહદારીને ગોળી મારી સ્કૂટર છીનવીને નાસ્યો
Sukhdev Singh Gogamedi shot dead: દુષ્કર્મ આચર્યા બાદ બદમાશોએ એક રાહદારીને ગોળી મારી તેનું સ્કૂટર છીનવી લીધું હતું. તે સ્કૂટર પર જ નાસી છૂટ્યો હતો. આ ઘટના બાદ પોલીસે સમગ્ર શહેરમાં નાકાબંધી કરી દીધી છે. નજીકના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. સુખદેવ સિંહ ગોગામેડીનું ગોળીબારમાં મોતને લઈને રાજપૂત સમાજમાં ખાસ રોષ છે. તેના ઘરે અને હોસ્પિટલમાં લોકોની ભીડ જોવા મળે છે.

સુખદેવ સિંહ ગોગામેડી લાંબા સમયથી રાષ્ટ્રીય કરણી સેના સાથે જોડાયેલા હતા. કરણી સેના સંગઠનમાં વિવાદ બાદ તેમણે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નામથી અલગ સંગઠન બનાવ્યું હતું.

ગજેન્દ્ર સિંહ શેખાવતે હત્યા પર શોક વ્યક્ત કર્યો
Sukhdev Singh Gogamedi shot dead: કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા ગજેન્દ્ર સિંહ શેખાવતે ગોગામેડીની હત્યા પર શોક વ્યક્ત કર્યો છે. શેખાવતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે રાજ્યને અપરાધ મુક્ત બનાવવું એ અમારી ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે.

પોલીસ શું કહે છે?
જયપુર પોલીસ કમિશનર બીજુ જ્યોર્જ જોસેફે સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે સુખદેવ સિંહ ગોગામેડી પર ગોળી મારનાર વ્યક્તિ નવીન સિંહ શક્તિવત હતો, જે મુલતાઈ શાહપુરાનો રહેવાસી હતો, જેનું પણ મૃત્યુ થયું છે. નવીન જયપુરમાં કાપડનો વેપારી હતો. પોલીસ પાસે તમામ આરોપીઓ અને ઘટનાના સીસીટીવી ફૂટેજ છે. સ્થળ પરથી નાસી ગયેલા બંને આરોપીઓની શોધખોળ ચાલુ છે."

jaipur Crime News rajasthan national news