10 July, 2024 02:30 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ચિફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડ
ઑલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનમાં કટ-ઑફ માર્ક્સને ઓછા કરવાની અપીલ ચિફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડે ફગાવી દીધી છે. ઓપન કૅટેગરી માટે હાલમાં કટ-ઑફ માર્ક્સ ૪૫ ટકા અને SC/ST માટે ૪૦ ટકા રાખવામાં આવી છે. આ કટ-ઑફ માર્કને ઘટાડી અનુક્રમે ૪૦ અને ૩૫ કરવાની માગણી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. આ પિટિશનને ચીફ જસ્ટિસ દ્વારા ફગાવી દેવામાં આવી છે. વકીલોની ગુણવત્તા પર અસર પડશે એ હેતુથી આ અરજીને રિજેક્ટ કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડ કહે છે, ‘ઑલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનમાં ઓપન કૅટેગરી માટે હાલમાં કટ-ઑફ માર્ક્સ ૪૫ ટકા અને SC/ST માટે ૪૦ ટકા રાખવામાં આવી છે. આટલા સ્કોર પણ ન કરી શકે તો તેઓ કેવી રીતે વકીલ બનશે? તમે લોકો એને અનુક્રમે ૪૦ અને ૩૫ કરવા કહો છો. વકીલ બનવું હોય તો ભણો ભાઈ.’