કૉન્ગ્રેસ ૧૭ સીટની ઑફર સ્વીકારશે તો અખિલેશ રાહુલની યાત્રામાં જોડાશે

20 February, 2024 09:48 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

એસપી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી : હવે આટલી ઓછી બેઠક કૉન્ગ્રેસ સ્વીકારે છે કે નહીં એ જોવું રહ્યું

રાહુલ ગાંધી

લખનઉ : ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (એસપી)ના અખિલેશ યાદવે કૉન્ગ્રેસ માટે લોકસભા સીટોની ઑફર વધારી દીધી છે. હવે અખિલેશ યાદવ તરફથી કૉન્ગ્રેસને ૧૭ સીટોનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. 

એસપીનાં સૂત્રોના જણાવ્યા મુજબ, આ અમારા તરફથી છેલ્લી ઑફર છે. જો કૉન્ગ્રેસ આ ઑફર પર રાજી થાય છે તો અખિલેશ યાદવ, રાહુલ ગાંધી સાથે ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થશે. સપાના મુખ્ય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ જણાવ્યું કે અમે કૉન્ગ્રેસને ૧૭ લોકસભા સીટની અંતિમ રજૂઆત કરી છે. આ રજૂઆત પર કૉન્ગ્રેસની સ્વીકૃતિના આધારે રાયબરેલીમાં ન્યાય યાત્રામાં અખિલેશ યાદવનું સામેલ થવું નિર્ભર કરશે, પરંતુ તેમણે એ સીટનાં નામ જણાવવાની ના પાડી છે કે જેની રજૂઆત કૉન્ગ્રેસને કરવામાં આવી છે. સમાજવાદી પાર્ટીએ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને ૧૭ સીટો આપવાનું કહ્યું છે. જોકે કૉન્ગ્રેસે હજી સુધી આ વિશે કોઈ પ્રતિક્રિયા આપી નથી. અગાઉ એસપીએ કૉન્ગ્રેસને ૧૧ બેઠકની ઑફર કરી હતી.

samajwadi party congress rahul gandhi akhilesh yadav