24 April, 2023 12:16 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
સાઉથ આફ્રિકાથી મધ્ય પ્રદેશના કુનો નૅશનલ પાર્કમાં લાવવામાં આવેલા એક ચિત્તાનું ગઈ કાલે મૃત્યુ થયું હતું. એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે મૃત્યુ પામનારો ચિત્તો ‘ઉદય’ છ વર્ષનો હતો. એક મહિનામાં કુનો નૅશનલ પાર્કમાં આ બીજી આવી ઘટના છે. આ પહેલાં નામિબિયન ચિત્તા સાશાનું ૨૭મી માર્ચે કિડનીની બીમારીને કારણે મૃત્યુ થયું હતું. પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ વાઇલ્ડલાઇફ જેએસ ચૌહાણે કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે ઇન્સ્પેક્શન દરમ્યાન આ ચિત્તાની હાલત અત્યંત ખરાબ જણાઈ હતી. વેટરિનરિયન્સે સિનિયર અધિકારીઓને એના વિશે અલર્ટ કર્યા હતા. એને ટ્રીટમેન્ટ માટે લઈ જવાઈ રહ્યો હતો. કમનસીબે બપોરે ચાર વાગ્યે આ ચિત્તાનું મૃત્યુ થયું હતું.’