26 December, 2024 08:58 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
સિમરન સિંહ (તસવીર: સોશિયલ મીડિયા)
જમ્મુ-કાશ્મીરની પ્રખ્યાત રેડિયો જૉકી સિમરન સિંહે (Simran Singh Suicide) દિલ્હીને અડીને આવેલા હરિયાણાના ગુરુગ્રામમાં પોતાના જ ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસને તેનો મૃતદેહ તેના ગુરુગ્રામ સેક્ટર 47ના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. તે ફ્રીલાન્સ રેડિયો જૉકી (RJ) હતી. ઇન્સ્ટાગ્રામ પર તેના લગભગ સાત લાખ જેટલા ફોલોઅર્સ હતા. તેનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો છે અને હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
`જમ્મુના ધબકારા` શાંત થઈ ગયા
પોલીસના જણાવ્યા અનુસાર સિમરન સિંહ સાથે રહેતા તેના મિત્રએ પોલીસને આ બાબતે જાણ કરી હતી. સિમરનનો પરિવાર મૂળ જમ્મુનો રહેવાસી છે. ત્યાં તેને `જમ્મુના ધબકારા` (Simran Singh Suicide) એવા નામે તેને વર્ણવવામાં આવતી હતી. સિમરન ખૂબ જ એક્ટિવ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હતી. તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વીડિયો પોસ્ટ કરતી રહેતી રહે છે. સિમરને તેની છેલ્લી ઇન્સ્ટાગ્રામ રીલ 13 ડિસેમ્બરે પોસ્ટ કરી હતી. આ રીલમાં તેણે લખ્યું હતું કે માત્ર એક છોકરી, જેનું હાસ્ય ક્યારેય સમાપ્ત થતું નથી, તે તેના ગાઉન સાથે બીચ પર રાજ કરી રહી છે.
મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ સિમરનના નિધન પર શોક વ્યક્ત કર્યો
જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ (Simran Singh Suicide) પણ સિમરનના દુઃખદ અવસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. એક નિવેદનમાં, સીએમ અને ડૉ. ફારૂક અબ્દુલ્લાએ તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી હતી. જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સિમરનનો અવાજ અને કરિશ્મા જમ્મુ અને કાશ્મીરની ભાવના સાથે મેળ ખાય છે. આપણા પ્રદેશના સાંસ્કૃતિક ઘડતરમાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.”
પોલીસ તપાસ કરી રહી છે
સિમરન સિંહના આપઘાતના સમાચારથી તેના ચાહકોમાં (Simran Singh Suicide) શોકની લહેર ફેલાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સ તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પોલીસે સિમરનનો મૃતદેહ તેના પરિવારને સોંપી દીધી છે. પોલીસ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. મૃત્યુનું સાચું કારણ જાણવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આત્મહત્યા કરવાના કિસ્સાઓમાં વધારો
આરજે સિમરનની આત્મહત્યા સાથે છેલ્લા દિવસોમાં અનેક આપઘાત કરવાની ઘટનાઓ બનિક છે. જેમાં બેંગલુરુના (Simran Singh Suicide) એક આઇટી એન્જિનિયરે પણ તેની પત્ની અને સંબંધીઓના ત્રાસ અને હેરાનગતીથી કંટાળીને આપઘાત કરી લીધો હતો. આઇટી એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સુભાશે આપઘાત કરતા પહેલા તેની પત્ની સામે અનેક ચોંકાવનારા આરોપો કરતાં હતા તેનો વીડિયો બનાવ્યો હતો આ સાથે તેણે 24 પાનાંની સુસાઈડ નોટ પણ મળી હતી.