Sikkim Flood: સિક્કિમમાં અચાનક ફાટ્યું વાદળ, 23 સૈન્યજવાનો લાપતા

04 October, 2023 11:19 AM IST  |  Sikkim | Gujarati Mid-day Online Correspondent

Sikkim Flood: લોનાક તળાવ પર અચાનક વાદળ ફાટ્યું હતું. આ વાદળ ફટવાને કારણે લાચેન ખીણમાં તિસ્તા નદીમાં અચાનક પૂર જેવી પરિસ્થિતિ સામે આવી હતી. 23 જવાનો ગુમ થયા છે.

ફાઇલ તસવીર

ઉત્તર સિક્કિમમાંથી એક કુદરતી આપત્તિ (Sikkim Flood)ના એક સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર લોનાક તળાવ પર અચાનક વાદળ ફાટ્યું હતું. આ વાદળ ફટવાને કારણે લાચેન ખીણમાં તિસ્તા નદીમાં અચાનક પૂર જેવી પરિસ્થિતિ સામે આવી હતી. આ વાદળ ફટવાને કારણે ખીણમાં કેટલાક સૈન્ય સ્થાપનોને પણ અસર થઈ છે. 

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. પાણી છોડવાને કારણે ડાઉનસ્ટ્રીમમાં પાણીનું સ્તર અચાનક 15-20 ફૂટની ઉંચાઈએ (Sikkim Flood) વધી ગયું હતું. જેના કારણે સિંગતમ નજીકના બરડાંગ ખાતે પાર્ક કરાયેલા સેનાના વાહનોને પણ ભારે અસર પહોંચી છે. આ ઘટના બાદ 23 સૈનિકો લાપતા થઈ ગયા છે. તેમની કોઈ ભાળ મળી નથી. આ સાથે જ કેટલાક વાહનો કાદવમાં ડૂબી ગયા હોવાના પણ અહેવાલ છે. આ સ્થળ પર સતત સર્ચ ઓપરેશન ચાલુ છે.

તિસ્તા નદીમાં અચાનક પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. 

મળતી માહિતી અનુસાર, ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પર અચાનક વાદળ ફાટવાથી લાચેન ખીણમાં તિસ્તા નદીમાં અચાનક પૂર (Sikkim Flood) આવ્યું છે. ઘાટીમાં કેટલાક સૈન્ય સ્થાપનોને અસર થઈ છે. વધુ માહિતી ભેગી કરવાના પ્રયાસો ચાલુ છે. હાલમાં 23 જવાનો ગુમ થયાના અહેવાલ છે અને કેટલાક વાહનો કાદવમાં ડૂબી ગયા હોવાના અહેવાલ છે.

પાણીનું સ્તર અચાનક 15-20 ફૂટની ઉંચાઈએ વધ્યું. 

આ સાથે જ એવી પણ માહિતી મળી રહી છે કે ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે ડાઉનસ્ટ્રીમમાં પાણીનું સ્તર અચાનક 15-20 ફૂટની ઊંચાઈએ (Sikkim Flood) પહોંચી ગયું હતું. જેના કારણે સિંગતમ નજીકના બરડાંગ ખાતે પાર્ક કરાયેલા સેનાના વાહનોને અસર થઈ હતી.

મુખ્યમંત્રીએ સ્થિતિનો તાગ મેળવ્યો.

આ દરમિયાન મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમંગે સિંગતામમાં પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. બીજેપી નેતા ઉગેન ત્સેરિંગ ગ્યાત્સો ભૂટિયાએ જણાવ્યું હતું કે સિંગતામમાં કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી, પરંતુ જાહેર સંપત્તિને ભારે નુકસાન થયું છે. કેટલાક લોકો ગુમ થયા હોવાની પણ માહિતી છે. તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે. 

ભારતીય સેનાએ આ બાબતે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે સિંગતમ અને રંગપો વચ્ચેના બરડાંગ છાવણીમાંથી 23 સૈનિકો અને અધિકારીઓ ગુમ થયા છે. તેની શોધખોળ ચાલુ છે. બરડાંગમાં સેનાએ મોટી સંખ્યામાં વાહનો પાર્ક કર્યા હતા. તેમાંથી ઘણા વાહનોને નુકશાન થયું છે. મિલીમાં નેશનલ હાઈવે 10નો એક ભાગ ધોવાઈ (Sikkim Flood) ગયો હતો. ઘણા રસ્તાઓ બંધ છે. સિરવાનીમાં હાઈડ્રોપાવર પ્રોજેક્ટના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ગુમ થયાના અહેવાલ છે. સિક્કિમ સરકારના મંત્રીઓ અને અધિકારીઓ રાહત અને બચાવ કામગીરી માટે વિસ્તારમાં પહોંચી ગયા છે.

sikkim indian army national news india