13 June, 2022 12:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સિદ્ધૂ મૂસેવાલા (તસવીર સૌજન્ય મિડ-ડે)
પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે. જણાવવાનું કે પોલીસે શાર્પ શૂટર સંતોષ જાધવની ધરપકડ કરી લીધી છે. તેને ગુજરાતમાંથી એક સાથે પકડી પાડવામાં આવ્યો છે. જેનું નામ નવનાથ સૂર્યવંશી કહેવામાં આવી રહ્યું છે. પોલીસે તેને 20 જૂન સુધી અટકમાં લીધો છે. સંતોષ જાધવ કુખ્યાત ગેંગસ્ટર અરુણ ગવલીની ગેન્ગ સાથે જોડાયેલો છે. આ પહેલા દિલ્હી પોલીસે સંતોષ જાધવ અને નવનાથ સૂર્યવંશીની પંજાબી સિંગર કિલિંગમાં સામેલ હોવાની વાત કરી હતી.
પોલીસને બન્ને આરોપીઓની ઘણા દિવસોથી શોધ હતી. આખરે તેમને સફળતા મળી અને બન્નેને પકડી પાડવામાં આવ્યા. હાલ પુણે પોલીસે તેને વર્ષ 2021માં નોંધાયેલ એક મર્ડર કેસમાં ધરપકડ કરી છે. આ પહેલા પુણે પોલીસે શૂટર સિદ્ધેશ કાંબલે ઉર્ફે સૌરવ મહાકાલની ધરપકડ કરી હતી. જેના પર પણ મૂસેવાલાની હત્યામાં સામેલ હોવાનું કહેવામાં આવ્યું હતું. જો કે, દિલ્હી પોલીસે તેની પૂછપરછ બાદ કહ્યું કે તે હત્યામાં સામેલ નહોતો. તેણે માત્ર શૂટર અપાવ્યા હતા. પુણે પોલીસ પ્રમાણે સંતોષ જાધવનો જૂનો ક્રિમિનલ રેકૉર્ડ છે. તેના પર હત્યા, ફાઇરિંગ હત્યાના પ્રયત્નનો કેસ નોંધાયેલ છે. સાથે જ ઓમકાર ઉર્ફે રાણ્યા બાણખેલેની હત્યા બાદ તેના પર આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારથી તે વૉન્ટેડ હતો.
અત્યાર સુધી પંજાબ પોલીસને નથી મળી કોઈ ખાસ સફળતા
નોંધનીય છે કે આખા કેસમાં પોલીસે આઠ શંકાસ્પદ શાર્પ શૂટરનું લિસ્ટ પણ જાહેર કરી હતી. જેમાં પુણેના સૌરવ મહાકાલ, સંતોષ જાધવ, ભઠિંડાના હરકમલ રાનૂનો સમાવેશ હતો. પણ પંજાબ પોલીસે રાનૂને નશેડી જણાવતા કહ્યું હતું કે તે આ હત્યામાં સામેલ નથી. જ્યારે સૌરવ મહાકાલને લઈને પણ દિલ્હી પોલીસે ના પાડી હતી. બીજી તરફ મૂસેવાલા હત્યાકાંડામાં પંજાબ પોલીસના હાથ હજી પણ ખાલી છે. પોલીસે ચાર શાર્પ શૂટર્સની મદદ કરનારા આઠ લોકોની ધરપકડ કરી છે. જેમાં મૂસેવાલાની રેકી કરનારા હરિયાણાના કાલાંવાલીના સંદીપ કેકડાનો સમાવેશ થાય છે.