22 January, 2023 05:08 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
શ્રદ્ધા વાલકર
માનવીય સંવેદનાઓને હચમચાવી દેનાર શ્રદ્ધા હત્યા કેસ (Shraddha Murder Case)માં દિલ્હી પોલીસ ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરી શકે છે. તમને જણાવી દઈએ કે દિલ્હી પોલીસે ડ્રાફ્ટ ચાર્જશીટ તૈયાર કરી લીધી છે. હાલમાં કાનૂની નિષ્ણાતો તેની તપાસ કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ શ્રદ્ધા વાલકર કેસમાં જાન્યુઆરીના અંતમાં કોઈપણ તારીખે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી શકે છે.
જાણકારી માટે તમને જણાવી દઈએ કે આફતાબે 18 મેના રોજ શ્રદ્ધાની હત્યા કર્યા બાદ કથિત રીતે તેના શરીરના 35 ટુકડા કરી દીધા હતા. તેણે શરીરના અંગોને ઘણા દિવસો સુધી સમગ્ર શહેરમાં ડમ્પ કરતા પહેલા દક્ષિણ દિલ્હીના મહેરૌલી સ્થિત તેના નિવાસસ્થાને 300 લિટરના ફ્રિજમાં લગભગ ત્રણ અઠવાડિયા સુધી રાખ્યા હતા. છતરપુરના જંગલોમાંથી મળી આવેલા હાડકાં અને મૃતકના ડીએનએ રિપોર્ટ જે પુષ્ટિ કરે છે કે હાડકાં શ્રદ્ધાના છે તે તમામ ચાર્જશીટનો ભાગ છે. આ સિવાય આફતાબ પૂનાવાલાની કબૂલાત અને નાર્કો ટેસ્ટ રિપોર્ટ પણ સામેલ છે.
આ પણ વાંચો: ટીચરે કાતરથી હુમલો કરીને સ્ટુડન્ટને પહેલા માળેથી ફેંકી
આરોપી, આફતાબ પૂનાવાલાની 12 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી અને તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો, જે 17 નવેમ્બરના રોજ વધુ પાંચ દિવસ લંબાવવામાં આવ્યો હતો. હાલ તે તિહાર જેલમાં બંધ છે.