હેન્ડલૂમના વેપારીએ ખોલી `મોહબ્બત કી દુકાન`, રાહુલ ગાંધી છે પ્રેરણાસ્ત્રોત

10 January, 2023 08:23 PM IST  |  Haryana | Gujarati Mid-day Online Correspondent

રાહુલ ગાંધીના ડાયલૉગથી પ્રભાવિત થઈને પાણીપતના એક હેન્ડલૂમના વેપારીએ પોતાના દુકાનની બહાર રાહુલ ગાંધીની તસવીર સાથે મોહબ્બત કી દુકાનનો બૉર્ડ મૂકાવ્યો છે. જેના પછી દુકાનદાર પણ અનેક જિલ્લાઓ અને રાજ્યોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)

`નફરત કે ઈસ બજાર મેં મોહબ્બત કી દુકાન ખોલને આયા હું` ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) દરમિયાન રાહુલ ગાંધીનો (Rahul Gandhi) આ ડાયલૉગ હાલ ખૂબ જ પૉપ્યુલર થઈ રહ્યો છે. આ ડાયલૉગથી પ્રભાવિત થઈને પાણીપતના એક હેન્ડલૂમના વેપારીએ પોતાના દુકાનની બહાર રાહુલ ગાંધીની તસવીર સાથે મોહબ્બત કી દુકાનનો બૉર્ડ મૂકાવ્યો છે. જેના પછી દુકાનદાર પણ પાણીપતમાં જ નહીં, પણ અન્ય અનેક જિલ્લાઓ અને રાજ્યોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

દુકાનદારે કહ્યું - કોઈપણ રાજનૈતિક પાર્ટી સાથે સંબંધિત નથી
દુકાનદાર મોનુએ જણાવ્યું કે તેની ગોહાના રોડ પર છેલ્લા ઘણાં વર્ષોથી ટેક્સટાઈલ અને હેન્ડલૂમ વસ્તુઓની દુકાન છે. તે હંમેશાં ઇન્ડિયન નેશનલ લોકદળનો સપૉર્ટર રહ્યો છે. પણ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અલવરમાં એક એવી વાત કહી, જેથી તે ખૂબ જ પ્રભાવિત થયો છે. રાહુલે આ જ વાત પાણીપતમાં પણ ફરી કહી હતી. તેમણે કહ્યું હતું કે નફરત કે ઈસ બજાર મેં મોહબ્બત કી દુકાન ખોલ રહા હું.

બૉર્ડ જોઈને હસે છે લોકો
તેમણે કહ્યું કે દુકાનની બહાર લાગેલા આ બૉર્ડ પર આવતા-જતા દરેકનું ધ્યાન જાય છે. જેને જોયા પછી દરેક જણ સરસ મજાની સ્માઈલ આપે છે. ત્યાર બાદ તે શખ્સ  મારી સામે જોઈને પણ મલકાય છે. માત્ર આ જ સ્માઈલનું નામ મોહબ્બતની દુકાન છે. આ ત્રણ શબ્દોનો અર્થ ખૂબ જ ઊંડો છે. બૉર્ડ જોયા પછી જે શખ્સના ચહેરા પર સ્માઈલ આવે છે, તે કદાચ દિવસ દરમિયાનની દોડાદોડમાં નહીં લાવી શકતો હોય.

રાહુલને પપ્પૂ કહેનારા પોતે જ છે પપ્પૂ
દેશને અનેક ભાગમાં વહેંચી દીધો. રંગ-રૂપ, નાત-જાત, અમીર-ગરીબ, હિંદૂ-મુસ્લિમ, નાનો-મોટો વગેરેમાં ભારતીયોને અંદરોઅંદર સામસામાં કરી મૂક્યા. જેથી દેશના લોકો સતત હિંસક થઈ રહ્યા છે.

રાહુલ ગાંધી આ ભેદભાવને ખતમ કરવા માટે ભારત જોડો યાત્રા કાઢી રહ્યા છે. તેમને પપ્પૂ કહેનારા લોકો પોતે પપ્પૂ છે. રાહુલ ગાંધી હંમેશાં બધાને જીકારે બોલાવે છે, જ્યારે સત્તામાં મદમસ્ત લોકો રાહુલ ગાંધીને વિભિન્ન નામે સંબોધિત કરી રહ્યા છે.

આ પણ વાંચો : હવે પોરબંદરથી પરશુરામ કુંડ સુધી ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો

મોદી પોતાના મનની વાત સંભળાવે છે, ક્યારેય લોકોની નથી સાંભળી
મોદી પોતાના મનની વાત કરે છે. શું ક્યારેય કોઈએ લોકોના મનની વાત સાંભળી છે. લોકો કેટલા પરેશાન છે. કેવી રીતે લોકોને ટૉર્ચર કરવામાં આવી રહ્યા છે, જ્યારે રાહુલ ગાંધીએ રસ્તા પર ઊભા રહીને લોકોની વાતો સાંભળી છે. તેમને કોઈપણ મળવા જાય, તો તેમને સમય આપ્યો. તેમની મુશ્કેલી સાંભળી. તેમને ભેટ્યા. આમાં જ લોકોને પોતીકાંપણાંના ભાવનો અનુભવ થયા છે. આવું સત્તા પક્ષમાં કોઈપણ નથી કરતું.

national news rahul gandhi congress haryana bharat jodo yatra