midday

શશી થરૂરની એક તસવીરે કૉન્ગ્રેસનું ટેન્શન વધાર્યું

23 March, 2025 12:59 PM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

BJPના નેતાએ કહ્યું કે આપણે આખરે એક જ દિશામાં યાત્રા કરી રહ્યા છીએ
કૉન્ગ્રેસના દિગ્ગજ નેતા અને કેરલાના લોકસભાના સંસદસભ્ય શશી થરૂરની એક તસવીર જય પાંડા સાથે સામે આવી છે

કૉન્ગ્રેસના દિગ્ગજ નેતા અને કેરલાના લોકસભાના સંસદસભ્ય શશી થરૂરની એક તસવીર જય પાંડા સાથે સામે આવી છે

કૉન્ગ્રેસના દિગ્ગજ નેતા અને કેરલાના લોકસભાના સંસદસભ્ય શશી થરૂરની એક તસવીર સામે આવી છે જેનાથી કૉન્ગ્રેસ ચિંતામાં મુકાઈ ગઈ છે. થોડા સમય પહેલાં શશી થરૂરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારનાં વખાણ કર્યાં હતા. ત્યાર બાદ હવે તેમની એક તસવીર વાઇરલ થઈ રહી છે જેમાં તેઓ BJPના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જય પાંડા સાથે એક જ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા છે. આ તસવીર જય પાંડાએ શૅર કરી છે અને કૅપ્શનમાં લખ્યું છે કે મારા મિત્ર અને સહયાત્રીએ મને તોફાની કહ્યો, કારણ કે મેં કહ્યું કે આપણે આખરે એક જ દિશામાં યાત્રા કરી રહ્યા છીએ.

શશી થરૂરે આપ્યો રમૂજી જવાબ
જોકે પોતાના રમૂજી સ્વભાવને કારણે જાણીતા શશી થરૂરે તરત આનો જવાબ આપ્યો હતો અને સ્પષ્ટતા કરતાં લખ્યું હતું કે ‘ફક્ત ભુવનેશ્વરના સાથી યાત્રી. હું કાલે સવારે કલિંગા લિટફેસ્ટને સંબોધિત કરી રહ્યો છું અને તરત પાછો ફરી રહ્યો છું!’

જણાવી દઈએ કે ઓડિશાના ભુવનેશ્વરમાં કલિંગા લિટરરી ફેસ્ટિવલનું અગિયારમું સંસ્કરણ શરૂ થયું હતું. આ ફેસ્ટિવલમાં સામેલ થવા શશી થરૂર ભુવનેશ્વર પહોંચ્યા હતા.

kerala congress bharatiya janata party shashi tharoor national news news social media political news