હિન્દુ હિંસક હોવાની રાહુલ ગાંધીની ટિપ્પણીને શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું સમર્થન

09 July, 2024 12:16 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા વિડિયોમાં શંકરાચાર્યે જણાવ્યું હતું કે..

અવિમુક્તેશ્વરાનંદ

લોકસભામાં બોલતાં વિપક્ષના નેતા કૉન્ગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીએ હિન્દુઓનો ઉલ્લેખ કરીને જે નિવેદન કર્યું એને જ્યોતિર મઠના ૪૬મા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે મેં રાહુલ ગાંધીનું આખું પ્રવચન સાંભળ્યું હતું અને તેઓ સ્પષ્ટપણે ભાર મૂકે છે કે હિન્દુ ધર્મ હિંસાને નકારે છે.

સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા વિડિયોમાં શંકરાચાર્યે જણાવ્યું હતું કે ‘રાહુલ ગાંધીના ભાષણના માત્ર અમુક અંશ બતાવવા એ ભ્રામક અને અનૈતિક છે. આમ કરવાથી તથ્યોને વિકૃત કરવામાં આવે છે. આ માટે જવાબદારોને સજા કરવામાં આવે.’

રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું હતું કે ‘જે લોકો પોતાને હિન્દુ કહે છે તે લોકો ૨૪ કલાક હિંસા, હિંસા, હિંસા, નફરત, નફરત, નફરત, અસત્ય, અસત્ય, અસત્ય કરતા રહે છે. આ લોકો હિન્દુ છે જ નહીં’

hinduism congress rahul gandhi social media viral videos national news