30 January, 2023 10:16 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
30 જાન્યુઆરી, વર્ષ 1948... દેશના ઈતિહાસમાં કાળા દિવસ તરીકે નોંધાયેલો છે. આ દિવસે દિલ્હીના બિરલા હાઉસ સંકુલમાં નાથુરામ ગોડસે (Nathuram Godse) દ્વારા મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની હત્યા કરવામાં આવી હતી. ભારતની આઝાદીમાં બાપુના યોગદાનને ભલા કોણ ભૂલી શકે. તે સમયે તેઓ વિશ્વના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક હતા. આ કારણોસર, તેમની પુણ્યતિથિને ભારતમાં શહીદ દિવસ (Shaheed Diwas 2023) તરીકે ઊજવવામાં આવે છે. દર વર્ષે 30 જાન્યુઆરીએ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સંરક્ષણ પ્રધાન અને ત્રણેય સેનાના વડાઓ (સેના, વાયુસેના અને નૌકાદળ) દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.
આજે બાપુ ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના વિચારો આજે પણ જીવંત છે, જે દેશવાસીઓને ઉત્સાહ, હિંમત અને સફળતા તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે.
આ પણ વાંચો: વધુ એકવાર AIR Indiaની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, હવે આ બન્યું કારણ
ઉલ્લેખનીય છે કે દર વર્ષે ભારતમાં આ તારીખો પર શહીદ દિવસ ઊજવવામાં આવે છે
30 જાન્યુઆરી - મહાત્મા ગાંધીની પુણ્યતિથિને શહીદ દિવસ તરીકે ઊજવવામાં આવે છે.
14 ફેબ્રુઆરી - ગલવાન ખીણમાં શહીદ થયેલા 41 સૈનિકોની યાદમાં શહીદ દિવસ ઊજવવામાં આવે છે.
23 માર્ચ - આ દિવસે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને અંગ્રેજ સરકારે ફાંસી આપી હતી.
21 ઑક્ટોબર - પોલીસ શહીદ દિવસ અથવા પોલીસ સ્મારક દિવસ તરીકે ઊજવવામાં આવે છે.
24 નવેમ્બર - ગુરુ તેગ બહાદુરની યાદમાં શહીદ દિવસ ઉજવવામાં આવે છે, જેને 1674માં ઔરંગઝેબ દ્વારા ફાંસી આપવામાં આવી હતી.