સ્પા સેન્ટરના નામે ચાલ્યું સેક્સ રેકેટ, વાંધાજનક સ્થિતિમાં16 ઝડપાયાં

20 April, 2023 01:24 PM IST  |  Chhattisgarh | Gujarati Mid-day Online Correspondent

પોલીસ જ્યારે સ્પા સેન્ટરની અંદર પહોંચી તો તે સમયે સ્પા સેન્ટરમાં સેક્સ રેકેટનો બિઝનેસ ચાલી રહ્યો હતો. વેસ્ટ બંગાળ અને આસામની છોકરીઓને પોલીસે રેસ્ક્યૂ કરી લીધા છે. 

પ્રતીકાત્મક તસવીર

છત્તસીગઢના (Chhattisgarh) દુર્ગ જિલ્લાના ભિલાઈમાં સૂર્યા ટ્રેઝર આઈલેન્ડ મૉલમાં સ્પા સેન્ટરના નામે દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો હતો. આ સૂતના પર દુર્ગ પોલીસના 2 આઈપીએસની ટીમે સ્પા સેન્ટર પર દરોડા પાડ્યા. આ દરમિયાન સ્પા સેન્ટરમાંથી 8 છોકરા અને 8 છોકરીઓને વાંધાજનક સ્થિતિમાં મળ્યાં. પોલીસે બીજા રાજ્યોમાંથી આવેલી 8 છોકરીઓને રેસ્ક્યૂ કરી છે. તો સ્પા સેન્ટર સંચાલક શારિક ખાનની ધરપકડ કરી છે.

2 આઈપીએસની ટીમે સ્પા સેન્ટરમાં પાડ્યા દરોડા
હકિકતે દુર્ગ પોલીસને ફરિયાદ મળી હતી કે ભિલાઈના નેહરૂ નગરમાં સ્થિત સૂર્યા ટ્રેઝર આઈલેન્ડ  મૉલમાં Essence સ્પા સેન્ટરની આડમાં દેહવેપારનો ધંધો કરવામાં આવી રહ્યો છે. જેના પર દુર્ગ પોલીસના 2 આઈપીએસ નિખિલ રખેજા અને વૈભવ બેન્ક પોતાની ટીમને લઈને સ્પા સેન્ટર પહોંચી ગયા. સ્પા સેન્ટરને પોલીસે ચારે બાજુથી ઘેરી લીધો. જેવો સ્પા સેન્ટરનો દરવાજો ખુલ્યો તો અંદર છોકરા અને છોકરીઓ વાંધાજનક સ્થિતિમાં પડેલા મળ્યાં. ત્યાં કેટલીક એવી વસ્તુઓ પણ પડેલી મળી જે વાંધાજનક હતી. પોલીસે ઝીણવટથી સ્પા સેન્ટરનું નિરીક્ષણ કર્યું અને વાંધાજનક વસ્તુઓ જપ્ત કરી.

16 છોકરા અને છોકરીઓ મળ્યા વાંધાજનક સ્થિતિમાં મળ્યાં
પોલીસ જ્યારે સ્પા સેન્ટરમાં પહોંચી તો તે સમયે સ્પા સેન્ટરમાં દેહવેપારનો ધંધો ચાલતો હતો. ઘટનાસ્થળે 8 છોકરીઓ અને 8 છોકરા વાંધાજનક સ્થિતિમાં પડેલા મળ્યા. સ્પા સેન્ટરના સંચાલક અહીં સ્પા સેન્ટરની આડમાં દેહવેપારનો ગેરકાયદેસર ધંધો ચલાવતો હતો. પોલીસે આ મામલે 8 છોકરીઓ મળી જે પશ્ચિમ બંગાળ અને આસામની રહેવાસી હતી. તો 8 છોકરાઓની પણ પોલીસે ધરપકડ કરી છે. સાથે જ સ્પા સેન્ટરના સંચાલક શારિક ખાનને પણ પોલીસે ધરપકડ કરી છે.

વેસ્ટ બંગાળ અને આસામની છોકરીઓને પોલીસે કર્યા રેસ્ક્યૂ
ભિલાઈ નગર સીએસપી તેમજ આઈપીએસ નિખિલ રખેજાએ જણાવ્યું કે પોલીસને ઘણાં દિવસથી સૂચના મળી રહી હતી કે સૂર્યા ટ્રેઝર આઈલેન્ડ મૉલમાં સ્થિત એક સ્પા સેન્ટરમાં સ્પા સેન્ટરના નામે ગેરકાયદેસર દેહવેપારનો ધંધો ચાલે છે. આ સૂચનાની પુષ્ટિ થયા બાદ અમે એક ટીમ બનાવીને આના સેન્ટરમાં દરોડા પાડવાની કાર્યવાહી કરી. સ્પા સેન્ટરમાં અમે 8  છોકરા અને 8 છોકરીઓ વાંધાજનક સ્થિતિમાં મળ્યા.

આ પણ વાંચો : `કૉકટેલ દવાઓ` પર મૂકશે બૅન! ડ્રગ કન્ટ્રોલરને એક્શન લેવા માટે સરકારના નિર્દેશ

તો આ સ્પા સેન્ટરમાં અનેક એવી વસ્તુઓ મળી જે વાંધાજનક હતી. પોલીસે આ મામલે 8 છોકરીઓને રેસ્ક્યૂ કરી છે. અને 8 છોકરાઓની ધરપકડ કરી છે. આ સિવાય સ્પા સેન્ટરના સંચાલક શારિક ખાનની પણ પોલીસે ધરપકડ કરી છે. બધા વિરુદ્ધ પોલીસ પીટા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રેસ્ક્યૂ કરવામાં આવેલી 8 છોકરીઓ વેસ્ટ બંગાળ અને આસામની રહેવાસી છે. હાલ તેમનાં ડૉક્યૂમેન્ટની તપાસ કરવામાં આવી રહી છે.

national news chhattisgarh Crime News sexual crime