ઉત્તર પ્રદેશના સિરિયલ કિલરનો સ્કેચ જાહેર થયા બાદ ઝડપાયો

12 August, 2024 07:41 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

તેણે ૧૪ મહિનામાં ૯ મહિલાઓની હત્યા કરી હતી

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં છેલ્લા ૧૪ મહિનામાં ૯ મહિલાઓની હત્યા કરનારા ૩૫ વર્ષના સિરિયલ કિલર કુલદીપ ગંગવારની ધરપકડ તેનો સ્કેચ જાહેર થયા બાદ કરવામાં આવી હતી. તેનો સ્કેચ બરાબર તેના જેવો જ દેખાતો હતો. તમામ હત્યાઓ પચીસ કિલોમીટરના પરિસરમાં થઈ હતી અને મોટા ભાગે આ હત્યાઓ શેરડીનાં ખેતરોમાં બપોરના સમયે જ કરવામાં આવી હતી. મૃતક મહિલાઓની ઉંમર ૪૫ વર્ષની આસપાસ હતી. આ કિલરને શોધવા માટે પોલીસને ઑપરેશન-તલાશ લૉન્ચ કરવું પડ્યું હતું અને એમાં ૧૦૦ પોલીસો ધરાવતી બાવીસ ટીમ કાર્યરત હતી અને તેમણે ૨૧૦૦ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન કૅમેરા (CCTV)નાં ફુટેજ તપાસ્યાં હતાં. આરોપીએ ૬ હત્યાઓની કબૂલાત કરી છે. મૃતક મહિલાઓ સાથે શારીરિક અત્યાચારનાં કોઈ નિશાન નહોતાં. પોલીસે જણાવ્યું હતું કે આરોપી મહિલાઓને ભોળવીને શેરડીનાં ખેતરોમાં લઈ જતો હતો. જે મહિલા તેના તાબે થતી હતી તેને એ મારતો નહીં, પણ જે મહિલા તેનો વિરોધ કરતી હતી તેની એ હત્યા કરી દેતો હતો.

national news uttar pradesh Crime News crime branch india