બદનક્ષીના ૨૪ વર્ષ જૂના કેસમાં મેધા પાટકર દોષી ઠર્યાં

25 May, 2024 08:05 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

મેધા પાટકરે IPCની કલમ ૫૦૦ અંતર્ગત દંડનીય ગુનો કર્યો હોવાથી દોષી ઠરે છે

મેધા પાટકર

નર્મદા બચાઓ આંદોલનનાં નેતા અને વ​રિષ્ઠ સામાજિક કાર્યકર મેધા પાટકરને દિલ્હીની સાકેત કોર્ટે ગઈ કાલે ૨૪ વર્ષ પહેલાંના બદનક્ષીના કેસમાં દોષી ઠેરવ્યાં હતાં. દિલ્હીના અત્યારના ઉપરાજ્યપાલ વી. કે. સક્સેનાએ દાખલ કરેલા માનહાનિના કેસમાં કોર્ટે ચુકાદો સંભળાવતી વખતે કહ્યું હતું કે મેધા પાટકરે IPCની કલમ ૫૦૦ અંતર્ગત દંડનીય ગુનો કર્યો હોવાથી દોષી ઠરે છે. મેધા પાટકરે વી. કે. સક્સેનાની બદનામી થાય એવાં નિવેદનો કરવાની સાથે તેમના પર હવાલાનો વ્યવહાર કરવાનો ખોટો આરોપ કર્યો હતો. કોર્ટે મેધા પાટકરના વી. કે. સક્સેના સામેનાં તમામો નિવેદન અને દાવાને ફગાવી દીધાં હતાં.

national news delhi high court Crime News