સ્કૂલની વિદ્યાર્થિનીઓને આપવા પડશે મફત સેનિટરી પેડ, કેન્દ્રને SC આપ્યો આ આદેશ

10 April, 2023 07:47 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

સુપ્રીમ કૉર્ટે કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયામાં યૂનિફૉર્મ પૉલિસી બનાવવાના નિર્દેશ આપ્યા છે. કૉર્ટે કહ્યું કે આ મહત્વનો કેસ છે. કૉર્ટે કેન્દ્ર સરકારને રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ સામેલ કરવા માટે કહ્યું છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

દેશના સ્કૂલોમાં છથી 12મા ધોરણમાં ભણનારી છોકરીઓને મફત સેનિટરી પેડ આપવાના નિર્દેશ આપવાની અરજી પર સોમવારે સુપ્રીમ કૉર્ટમાં સુનાવણી થઈ. સુપ્રીમ કૉર્ટે કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયામાં યૂનિફૉર્મ પૉલિસી બનાવવાના નિર્દેશ આપ્યા. કૉર્ટે કહ્યું કે આ મહત્વપૂર્ણ મામલો છે. કેન્દ્ર સરકારને રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ સામેલ કરવા માટે કહ્યું છે.

સ્વાસ્થ્ય અને પરિવારના કેસના મંત્રાલયમાં સચિવ રાજ્ય સરકારો સાથે વાતચીત કરવા માટે નોડલ અધિકારી હશે. કેન્દ્ર ત્રણ મહિનામાં દાખલ કરશે અપડેટ સ્ટેટસ રિપોર્ટ. સુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી ASG ઐશ્વર્યા ભાટીએ સુપ્રીમ કૉર્ટને જણાવ્યું કે તે યુવાન અને કિશોર છોકરીઓ માટે માસિક ધર્મ સ્વચ્છતા સુધી પહોંચમાં સુધારા કરવા માટે સમર્પિત છે. પણ સ્વાસ્થ્ય સેવાઓ આપવાની જવાબદારી સંબંધિત રાજ્ય સરકારની છે, કારણકે સાર્વજનિક સ્વાસ્થ્ય રાજ્યનો વિષય છે.

CJI ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ પી એસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની બેન્ચે આદેશ આપ્યો. તેમણે કહ્યું કે આ યોગ્ય થશે કે કેન્દ્ર સરકાર બધા SG/UT સાથે મળીને એ નક્કી કરે કે હાલની પરિસ્થિતિને આધારે સમાયોજન કરવા માટે એક સમાન રાષ્ટ્રીય નીતિ ઘડવામાં આવે. ઉઠાવવામાં આવેલા મુદ્દાના મહત્વને ધ્યાનમાં રાખતા, અમે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવ, એમએચએફડબ્લ્યૂને પોતાની માસિક ધર્મ સ્વચ્છતા પ્રબંધન રણનીતિઓ અને યોજનાઓને પ્રસ્તુત કરવાના નિર્દેશ આપીએ છીએ, જેમણે કાં તો કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા પૈસાથી અથવા પોતાના પૈસાના માધ્યમે આપવામાં આવ્યા હોય. 

કૉર્ટે કહ્યું કે ઉપરોક્ત નિર્દેશ સિવાય રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ એનએચએમના મિશન સ્ટાયરિંગ ગ્રુપને પોતાના સંબંધિત ક્ષેત્રોના રહેઠાણ અને બિન રહેવાસી વિદ્યાલયો માટે છોકરીઓ માટે શૌચાલયો અને ઓછી મુદ્દલ ધરાવતી વેન્ડિંગ મશીન અથવા સેનિટરી પેડ આપવા માટે લેવામાં આવનારા પહલા વિશે પણ જણાવશે. આ મશીનની વ્યવસ્થા કરવા સિવાય, એ પણ નક્કી કરશે કે સેનિટરી પેડના સુરક્ષિત નિકાલ માટે નિકાલ તંત્ર પણ ઉપલબ્ધ હોય.

જણાવવાનું કે આ પહેલા સુપ્રીમ કૉર્ટે કેન્દ્ર સરકાર, રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને નોટિસ જાહેર કરવામાં આવી હતી. અરજીકર્તા જયા ઠાકુરે કહ્યું કે ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવનારી 11થી 18 વર્ષની ઊંમરની કિશોરીઓને અનેક મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. સુપ્રીમ કૉર્ટમાં એક અરજી દાખલ કરીને ભારત સરકાર અને રાજ્યોની છઠ્ઠાથી 12મા ધોરણમાં ભણનારી છોકરીઓને મફતમાં સેનિટરી પેડ અપાવવાની માગ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Amit Shahનો ચીનને જવાબ, "સોયની અણી જેટલું પણ કોઈ નહીં કરી શકે અતિક્રમણ..."

સાથે જ સરકારી સહાયતા પ્રાપ્ત અને રહેવાસી સ્કૂલોમાં છોકરીઓ માટે એક અલગ શૌચાલય અપાવવાના નિર્દેશની પણ માગ કરવામાં આવી છે. અરજીકર્તા મધ્યપ્રદેશ કૉંગ્રેસી નેતા જયા ઠાકુરે કહ્યું કે ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવનારી 11થી 16 વર્ષની છોકરીઓ ઘણીવાર હાઈજીન મેનટેઇન નથી કરી શકતી. સરકાર દ્વારા જે પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે તે આખા દેશમાં બધી છોકરીઓને કવર કરવામાં સક્ષમ નથી.

અરજીમાં આગળ કૉર્ટને ત્રણ ચરણમાં જાગૃકતા કાર્યક્રમ આપવા માટે કેન્દ્ર અને રાજ્યોને નિર્દેશ આપવાની પ્રાર્થના કરવામાં આવી છે.

national news supreme court