હવે મધ્ય પ્રદેશની ભોજશાળાના સર્વે સામે સ્ટે આપવાનો સુપ્રીમનો ઇનકાર

02 April, 2024 09:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભોજશાળા પર હિન્દુ અને મુસ્લિમ એમ બન્ને પક્ષના દાવાને કારણે સર્જાયેલા વિવાદને પગલે ASI દ્વારા ૨૦૨૩ની ૭ એપ્રિલે નવી વ્યવસ્થા કરવામાં આવી હતી

સુપ્રીમ કોર્ટની તસવીર

મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ભોજશાળાના પ્રાંગણનો આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (ASI) દ્વારા વૈજ્ઞાનિક ઢબે સર્વે કરવામાં આવી રહ્યો છે. આ સર્વેને પડકારતી મુસ્લિમ પક્ષની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ભોજશાળા પર હિન્દુ અને મુસ્લિમ એમ બન્ને પક્ષના દાવાને કારણે સર્જાયેલા વિવાદને પગલે ASI દ્વારા ૨૦૨૩ની ૭ એપ્રિલે નવી વ્યવસ્થા કરવામાં આવી હતી જે મુજબ ભોજશાળામાં દર મંગળવારે હિન્દુઓ દ્વારા પૂજા કરવામાં આવે છે, જ્યારે મુસ્લિમો દર શુક્રવારે નમાજ અદા કરે છે. આ પહેલાં જ્ઞાનવાપી મસ્જિદના સર્વેને લઈને પણ બન્ને પક્ષો કોર્ટમાં ગયા હતા. 

ભોજશાળા પર કોનો શું દાવો? 
ભોજશાળાની મધ્યકાલીન ઇમારત પર હિન્દુ અને મુસ્લિમ બન્ને પક્ષ પોતાનો દાવો કરે છે. હિન્દુ પક્ષના મતે ભોજશાળા એ વાગ્દેવી (મા સરસ્વતી)નું ૧૧ સદીમાં નિર્મિત મંદિર છે, જ્યારે મુસ્લિમો આ સ્થળ કમાલ મૌલા મસ્જિદ હોવાનો દાવો કરે છે.

national news madhya pradesh supreme court