જ્ઞાનવાપી મસ્જિદમાં મુ​સ્લિમો માટે વજૂની વ્યવસ્થા માટે મીટિંગ કરવા સુપ્રીમનો આદેશ

18 April, 2023 01:06 PM IST  |  Varanasi | Gujarati Mid-day Correspondent

અદાલત રમઝાનના મહિના દરમ્યાન વારાણસીમાં આ મસ્જિદ કૉમ્પ્લેક્સ ખાતે વજૂ માટે પરમિશનની માગણી કરતી અંજુમન ઇન્તેઝમિયા મસ્જિદ કમિટીની અરજી પર સુનાવણી કરી રહી હતી.

જ્ઞાનવાપી મસ્જિદ

સુપ્રીમ કોર્ટે ગઈ કાલે વારાણસીમાં સ્થિત જ્ઞાનવાપી મસ્જિદ કૉમ્પ્લેક્સમાં મુસ્લિમોને વજૂ માટે અનુકૂળ વ્યવસ્થા પૂરી પાડવા માટે એક મીટિંગ યોજવા વારાણસીના જિલ્લા કલેક્ટરને આદેશ આપ્યો હતો.  ઉત્તર પ્રદેશ સરકાર વતી હાજર રહેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા ચીફ ​જસ્ટિસ ડી. વાય. ચન્દ્રચૂડ અને જસ્ટિસ પી. એસ. નરસિંહા અને જે. બી પારડીવાલાની બેન્ચને જાણકારી પૂરી પાડવામાં આવી હતી કે પ્રિમાઇસિસમાં વજૂ માટે સુવિધા પૂરી પાડવા માટે આ આદેશનો અમલ થશે અને મીટિંગ આજે થશે. અદાલત રમઝાનના મહિના દરમ્યાન વારાણસીમાં આ મસ્જિદ કૉમ્પ્લેક્સ ખાતે વજૂ માટે પરમિશનની માગણી કરતી અંજુમન ઇન્તેઝમિયા મસ્જિદ કમિટીની અરજી પર સુનાવણી કરી રહી હતી. બેન્ચે આ મસ્જિદની મૅનેજમેન્ટ કમિટીનું એ સ્ટેટમેન્ટ પણ નોંધ્યું હતું કે જો મોબાઇલ ટૉઇલેટ્સ પૂરાં પાડવામાં આવશે તો પણ તેમને સંતોષ થશે. 

national news varanasi supreme court uttar pradesh