Satish Kaushik મૃત્યુ મામલે મોટી અપડેટ, ફાર્મહાઉસમાંથી મળી દવાઓ, આ કારણે ગયો જીવ

11 March, 2023 04:18 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દિલ્હી પોલીસને ફિલ્મ અભિનેતા તેમજ કૉમેડિયન સતીશ કૌશિકના મૃતદેહનો શરૂઆતી પોસ્ટમૉર્ટમ રિપૉર્ટ આપી દેવામાં આવ્યો છે. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ પરથી ખબર પડે છે કે સતીશ કૌશિકનું મોત હાર્ટઅટેકને કારણે થયું, જો કે ફાઈનલ રિપૉર્ટ આવવામાં હજી સમય લાગશે.

સતીશ કૌશિક (ફાઈલ તસવીર)

દિલ્હી પોલીસને ફિલ્મ અભિનેતા તેમજ કૉમેડિયન સતીશ કૌશિકના મૃતદેહનો શરૂઆતી પોસ્ટમૉર્ટમ રિપૉર્ટ આપી દેવામાં આવ્યો છે. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ પરથી ખબર પડે છે કે સતીશ કૌશિકનું મોત હાર્ટઅટેકને કારણે થયું, જો કે ફાઈનલ રિપૉર્ટ આવવામાં હજી સમય લાગશે.

પોલીસે સતીશ કૌશિકનું ફાર્મહાઉસ સુરક્ષિત મૂકાવ્યું છે. પોલીસે બ્લડ સેમ્પલ્સ લીધા છે. તે ફૉરેન્સિક તપાસ માટે આગળ મોકલવામાં આવ્યા છે. બ્લડ સેમ્પલ પરથી એલ્કૉહોલના સેવનની ખબર પડે છે. 

દક્ષિણ પશ્ચિમ જિલ્લાના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીની તપાસમાં કોઈપણ શંકાસ્પદ વાત સામે આવી નથી. પાર્ટીમાં 15થી 20 જણ સામેલ હતા. દિલ્હી પોલીસે પાર્ટીમાં સામેલ દરેક મહેમાનોનું લિસ્ટ બનાવી લીધું છે અને તેમને બોલાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પૂછપરછ આ કારણે કરવામાં આવે છે કે જેથી ખબર પડી શકે કે ફાર્મ હાઉસમાં શું થયું હતું, અત્યાર સુધીની તપાસમાં એ વાત પણ સામે આવી છે કે સતીશ કૌશિક ફાર્મહાઉસમાં પહેલા માળે રોકાયા હતા અને હૉસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં તેમનું મોત થયું.

તેમના રૂમમાંથી પોલીસને પેટ સાફ કરવાની દવા પેટ સફા મળી છે. કપાસહેડા થાણા પોલીસે આ મામલે સ્વાભાવિક મોતની કાર્યવાહી કરી છે. પોલીસ ફાર્મ હાઉસ અને આસપાસ મૂકાયેલ સીસીટીવી કેમેરાની ફુટેજ શોધી રહી છે. આ સિવાય જિલ્લા પોલીસ ફૉર્મ હાઉસ માલિક વિશે પણ તપાસ કરી રહી છે.

જણાવવાનું કે ફિલ્મ જગતમાં `કેલેન્ડર`ના નામે જાણીતા અભિનેતા, નિર્માતા, નિર્દેશક, કૉમેડિયન અને પટકથા લેખક સતીશ કૌશિકનું આઠ માર્ચની મોડી રાતે (લગભગ અઢી વાગ્યે) ગુરુગ્રામના ફૉર્ટિસ હૉસ્પિટલમાં નિધન થઈ ગયું. 66  વર્ષીય સતીષ કૌશિકના મૃતદેહને દિલ્હીના દીન દયાળ હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ થયું. તેમનું મોત હાર્ટ અટેક થકી થયું, જો કે ફૉર્ટિસ ના ડૉક્ટર્સને આમાં શકાં હતી, જેને કારણે તેમનું પૉસ્ટમૉર્ટમ કરાવવામાં આવ્યું.

સતીશ કૌશિકના મિત્ર આનંદે કહી આ વાત
સતીશ કૌશિકના મિત્ર પ્રતીક આનંદે જણાવ્યું કે સતીશ કૌશિક દિલ્હીમાં હોળી રમવા માટે આવ્યા હતા. રાત સુધી તેમની સ્થિતિ સ્વસ્થ હતી. મોડી રાતે એકાએક તેમની છાતીમાં દુઃખાવો અનુભવાયો જેના પછી તેમને ફૉર્ટિસ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા. તો હૉસ્પિટલના ગેટ પર જ તેમનું નિધન થઈ ગયું.

આ પણ વાંચો : આ છે સતીશ કૌશિકની આગામી ફિલ્મોનું લિસ્ટ, કંગનાની ઈમરજન્સી પણ છે સામેલ

ઍરલિફ્ટ થયો સતીશ કૌશિકનો પાર્થિવદેહ
સતીશ કૌશિકના પાર્થિવદેહને ઍરલિફ્ટ કરીને મુંબઈ લાવવામાં આવ્યો હતો. સતીશ કૌશિકના મેનેજરે કહ્યું કે બુધવારે સવારે 10.00 વાગ્યે હોળી ઉજવવા માટે તે દિલ્હીના દ્વારકા સેક્ટર 23 પુષ્પાંજલિમાં આવ્યા હતા. હોલી સેલિબ્રેશન બાદ તે પુષ્પાંજલિમાં જ રોકાયા હતા. રાતે લગભગ 12.10 વાગ્યે તેમણે પોતાના મેનેજરને બોલાવ્યા અને જણાવ્યું કે તેમને છાતીમાં દુઃખાવો થાય છે. તે તરત તેમને ફૉર્ટિસ હૉસ્પિટલ લઈ ગયા જ્યાં ગેટ પર તેમણે જીવ ગુમાવ્યો. ત્યાર બાદ પરિવારજનોએ કાપસહેડા થાણાની પોલીસને સૂચના આફી. પોલીસે સૂચના આપી. પોલીસ તેમના મૃતદેહને ડીડીયૂ હૉસ્પિટલમાં લઈને આવી અને પોસ્ટમૉર્ટમ કરાવ્યું.

national news new delhi delhi news satish kaushik Mumbai mumbai news entertainment news