સંસદ ટીવીની યૂટ્યૂબ ચેનલ થઈ હૅક: હૅકરે ચેનલનું બદલ્યું નામ, યૂટ્યૂબને પ્રશ્ન

15 February, 2022 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અધિકારિક નિવેદન પ્રમાણે હેકરે 15 ફેબ્રુઆરીની રાતે લગભગ એક વાગ્યે ચેનલની હૅકિંગ કરી, જો કે, સવારે લગભગ ચાર વાગ્યે સંસદ ટીવીની ટીમે ચેનલને હૅકરથી મુક્ત કરાવી લીધી.

પ્રતીકાત્મક તસવીર

સંસદ ટેલીવિઝનની યૂટ્યૂબ ચેનલ Sansad TV 15 ફેબ્રુઆરીના હેક થઈ ગઈ હતી. અધિકારિક નિવેદન મુજબ હેકરે 15 ફેબ્રુઆરીની રાતે લગભગ એક વાગ્યે ચેનલની હૅકિંગ કરી, જો કે, સવારે લગભગ ચાર વાગ્યે સંસદ ટીવીની ટીમે ચેનલને હૅકરથી મુક્ત કરાવી લીધી.

કૉમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પૉન્સ ટીમ (સીઇઆરટી ઇન) અને યૂટ્યૂબ ઇન્ડિયાને આ સંબંધે માહિતી આપવામાં આવી છે. હેકરે ચેનલને હેક કર્યા પછી ચેનલનું નામ બદલીને Ethereum રાખી દીધું હતું જે એક ક્રિપ્ટોકરન્સી છે. હેકરે લાઇવ સ્ટ્રીમિંગ સાથે પણ છેડછાડ કરી છે.

થોડાક દિવસો પહેલા જ ગો ફર્સ્ટ ઍરલાઈનનું ટ્વિટર અકાઉન્ટ હેક થયું હતું. ગો ફર્સ્ટ ઍરલાઈનનું ટ્વિટર અકાઉન્ટ હેકરના કબજામાં 24 કલાકથી પણ વધારે સમય સુધી રહ્યો હતો, જો કે હવે અકાઉન્ટને રી-સ્ટોર કરી લીધો હતો. Go First Airlineના ટ્વિટર અકાઉન્ટને હૅક કર્યા પછી હેકરે અકાઉન્ટ પ્રૉફાઇલ નેમ Micheal Sayloor રાખી દીધું હતું.

જણાવવાનું કે કોરોના સંક્રમણની શરૂઆત પછી હેકિંગ મામલે ઘણો ઝડપથી વધારો થયો છે. થોડાંક મહિના પહેલા ગૂગલે પોતાના એક રિપૉર્ટમાં દાવો કર્યો હતો કે ભારત ધીમે-ધીમે રેનસમવેર અટેકનું ગઢ બનતો જાય છે. ગૂગલે છેલ્લા દોઢ વર્ષનું ડેટા શૅર કર્યું હતું જેમાં 8 કરોડથી વધારે રેનમવેયર અટેકના સેમ્પલનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. આ ડેટાના આધારે રેનસમવેર અટેક મામલે 140 દેશોના લિસ્ટમાં ભારત છઠ્ઠા સ્થાને છે.

national news youtube