ખાલિસ્તાની શબ્દ શુવેન્દુ ​અધિકારીએ ઉચ્ચાર્યો હોવાના આક્ષેપોનો બીજેપીએ વિરોધ કર્યો

22 February, 2024 10:07 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

બીજેપીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે ટીએમસીના નેતા શાહજહાં શેખના માણસોએ મહિલાઓની જાતીય સતામણી કરી છે.

શુવેન્દુ ​અધિકારી

કલકત્તા : સંદેશખલી ટાપુ નજીક બીજેપીના કાર્યકરો ‌અને પોલીસ વચ્ચે ઘર્ષણ દરમ્યાન એક શીખ આઇપીએસ ઑફિસર સામે બદનામીભર્યો ખાલિસ્તાની શબ્દ પોતાના નેતા શુવેન્દુ ​અધિકારીએ ઉચ્ચાર્યો હોવાના આક્ષેપોનો બીજેપીએ જોરદાર વિરોધ કર્યો છે. ઑફિસર જસપ્રીત સિંહ પર સંદેશખલીની મુલાકાત માટે મંજૂરી આપતા કલકત્તા હાઈ કોર્ટના આદેશના ઉલ્લંઘનનો આક્ષેપ કરી બીજેપીના રાજ્ય એકમે જણાવ્યું હતું કે બંગાળની પોલીસને પોલીસની કામગીરી બજાવવાને બદલે રાજકીય ખેલાડી બનવામાં વધુ રસ છે. અધિકારીએ આક્ષેપ કર્યો હતો કે સંદેશખલીથી ધ્યાન બીજે વાળવા તૃણમૂલ કૉન્ગ્રેસ (ટીએમસી) આ પ્રકારે વાતનું વતેસર કરી રહી છે.  ટીએમસીના નેતાઓ વિરુદ્ધ જમીન હડપ કરવાના અને ખંડણીના આક્ષેપો વચ્ચે અખબારોમાં આવેલા સમચારોને પગલે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુવેન્દુ અધિકારી સંદેશખલી જઈ રહ્યા હતા ત્યારે પોલીસ સાથે ઘર્ષણનો બનાવ બન્યો હતો. બીજેપીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે ટીએમસીના નેતા શાહજહાં શેખના માણસોએ મહિલાઓની જાતીય સતામણી કરી છે.

national news bharatiya janata party west bengal trinamool congress