17 November, 2024 01:12 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હીમાં યોજાઈ સનાતન ધર્મ સંસદ
દિલ્હીના કરતાર નગરમાં ગઈ કાલે ત્રીજી સનાતન ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી સહિત દેશના મુખ્ય ૫૦-૬૦ સંતો, કથાવાચકો, સાધુ-સાધ્વીઓ અને ૧૦૦૦ જેટલા સનાતનીઓએ હાજરી આપી હતી. સંસદનું આયોજન કરનાર કથાકાર દેવકીનંદન ઠાકુરે વક્ફ બોર્ડની જેમ જ સનાતન બોર્ડનું ગઠન કરવામાં આવે એવી માગણી કરી હતી. એ સિવાય શ્રીકૃષ્ણ જન્મભૂમિને પણ મુક્ત કરાવવામાં આવે એવી બે મુખ્ય માગણી કરાઈ હતી. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે સનાતન ધર્મને માનનારો જ ભારતનો મૂળ નિવાસી છે; બધાને રહેવાનો અધિકાર છે એ અલગ વાત છે, પણ અમારા પર આક્રમણ કરવાનો કોઈને અધિકાર નથી.