25 November, 2022 05:29 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
સમલૈંગિક વિવાહને (Same Sex Marriage law) કાયદાકીય માન્યતા આપવાની એક સમલૈંગિક કપલની (Same Sex Couple) માગ (Demand)પર દાખલ અરજી પર સુપ્રીમ કૉર્ટે (Supreme Court) કેન્દ્ર સરકારને (Central Government) નોટિસ (notice) જાહેર કરી છે અને આ વિશે જવાબ (Answer) માગ્યો છે. અરજીમાં સમલૈંગિક વિવાહને (Same Sex Marriage) પણ સ્પેશિયલ મેરેજ એક્ટ (Special Marriage Act) હેઠળ લાવવાની માગ મૂકવામાં આવી છે. કૉર્ટે (Court) સંકેત આપ્યા છે કે આ મામલે કેરળ (Kerala) સહિત જુદી જુદી હાઈકૉર્ટમાં (High Court) અરજીઓને સુપ્રીમ કૉર્ટ ટ્રાન્સફર (Transfer to Supreme Court) કરી એક સાથે સુનાવણી કરવામાં આવશે.
શુક્રવારે સુપ્રીમ કૉર્ટમાં હૈદરાબાદના રહેવાસી ગે કપલ સુપ્રિયો ચક્રબર્તી અને અભય ડાંગ અને દિલ્હીના પાર્થ ફિરોઝ મેહરોત્રા અને ઉદય રાજ આનંદની બે અરજીઓ સુનાવણી માટે આવી હતી. અરજીકર્તા તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી, નીરજ કિશન કૌલ અને મેનકા ગુરુસ્વામી રજૂ થયા.
સમલૈંગિકોને તેમના અધિકાર મળે
કૉર્ટમાં અરજીકર્તાઓના બન્ને વકીલોએ દલીલ આપી છે કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં આંતરધાર્મિક અને આંતરજાતીય વિવાહને સંરક્ષણ મળ્યું છે, પણ સમલૈંગિક કપલ સાથે કાયદામાં ભેદભાવ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તે કોઈ ધર્મ કે તેની માન્યતાની વાત નથી કરી રહ્યા, માત્ર સમલૈંગિકોને તેમનો અધિકાર અપાવવાની વાત કરી રહ્યા છે.
સુપ્રીમ કૉર્ટે સરકાર પાસે ચાર અઠવાડિયામાં માગ્યો જવાબ
વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે નવતેજ જૌહર મામલે સુપ્રીમ કૉર્ટે સમલૈંગિકતાને અપરાધ ન હોવાનું જાહેર કર્યું હતું. તે જ રીતે પુટ્ટાસ્વામી મામલે ખાનગીતાને મૌલિક અધિકારનો દરજ્જો આપ્યો હતો. હવે જરૂરી છે કે સમલૈંગિત વિવાહને પણ કાયદાકીય માન્યતા આપવામાં આવે. આ અંગે જજિસે કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરીને 4 અઠવાડિયામાં જવાબ આપવા માટે કહ્યું છે.
આ પણ વાંચો : બહુપત્નીત્વ અને નિકાહ હલાલા પર પ્રતિબંધની માગ
સુપ્રીમ કૉર્ટે સંભળાવ્યો હતો ઐતિહાસિક નિર્ણય
નોંધનીય છે કે 6 સપ્ટેમ્બર 2018ના રોજ સુપ્રીમ કૉર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી 5 જજની બેન્તે સમલૈંગિકતાને લઈને ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો હતો. જજની બેન્ચે સમલૈંગિકતાને ગુનો માનનારી IPCની કલમ 377ના એક ભાગને રદ કરી દીધી, જેના પછી બે વયસ્કો વચ્ચે સહેમતિથી બનાવવામાં આવેલા સંબંધને ગુનો માની શકાય નહીં. આ નિર્ણય આપતા કૉર્ટે એ પણ કહ્યું હતું કે, "સમલૈંગિક લોકો સાથે સમાજનું વર્તન ભેદભાવભર્યું છે. કાયદાએ પણ તેમની સાથે અન્યાય કર્યો છે."