26 February, 2019 08:10 AM IST |
મારુતિ કારનો માલિક સજ્જાદ ભટ
પુલવામામાં ૧૪ ફેબ્રુઆરીએ આતંકવાદી હુમલામાં થયેલા કાર બૉમ્બબ્લાસ્ટની તપાસમાં NIAને કેટલાક નવા પુરાવાઓ મળ્યા છે. કારબૉમ્બની યોજના ક્યાં બની અને એને કઈ રીતે અમલમાં મૂકવામાં આવી એ સંબંધે સ્થાનિક લોકોના ઘરમાં લગાવવામાં આવેલા CCTV કૅમેરા દ્વારા NIA પુરાવાઓ એકઠા કરવાની કોશિશ કરી રહી છે. NIAને મારુતી ઇકો કાર અને આતંકવાદી આદિલ અહમદ દાર સાથે સંકળાયેલા અનેક મહત્વના પુરાવાઓ સાંપડ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ બ્લાસ્ટ માટે ઉપયોગમાં લેવામાં આવેલો RDX મિલિટરી ગ્રેડનો છે જે વ્યવસ્થિત રીતે થોડો-થોડો જમ્મુ બૉર્ડર પરથી ભારતમાં લાવવામાં આવ્યો હતો. આ કાર્યમાં લશ્કર-એ-તય્યબા, હિઝબુલ મુજાહિદ્દીન અને અન્ય સ્થાનિક આતંકવાદી સંગઠનોના અન્ડરગ્રાઉન્ડ આતંકવાદીઓએ સહાય કરી છે. NIAએ આ સંગઠનોના સપ્લાયર્સની પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો : UP પછી ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં પણ સપા-બસપાનું ગઠબંધન
પુલવામા હુમલામાં વપરાયેલી કારના માલિકની ભાળ મળી ગઈ
પુલવામા હુમલા સંબંધે NIAની ટીમે હુમલામાં વપરાયેલી કારના માલિક વિશે જાણકારી મેળવી લીધી છે. ફૉરેન્સિક એક્સપર્ટ્સ અને ઑટોમોબાઇલ એક્સપર્ટ્સની મદદથી NIAએ મેળવેલી માહિતી મુજબ આ કાર અનંતનાગ જિલ્લાના બિજબેહરામાં રહેતા સજ્જાદ ભટની છે. સોશ્યલ મીડિયા પર ફરી રહેલા સજ્જાદના હાથિયાર પકડેલા ફોટો પરથી એમ મનાઈ રહ્યું છે કે ધરપકડથી બચવા નાસતો ફરી રહેલો સજ્જાદ પણ જૈશ-એ-મોહમ્મદમાં સામેલ થઈ ગયો છે.