Sahara Refund Rule: 45 દિવસમાં જાણો કેવી રીતે મળશે પૈસા

18 July, 2023 03:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સહારા ઈન્ડિયામાં ઈન્વેસ્ટ કરાનારા કરોડો ઈન્વેેસ્ટરોને હવે તેમના પૈસા મળશે પાછા, કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah)એ આજે સહારા રિફન્ડ પોર્ટલ (Sahara Refund Portal) લૉન્ચ કર્યું છે.

અમિત શાહ (ફાઈલ તસવીર)

સહારા ઈન્ડિયા (Sahara India)માં ઈન્વેસ્ટ કરનારા કરોડો ઈન્વેસ્ટરો માટે મંગળવારનો દિવસ મોટા આનંદના સમાચાર લાવ્યો છે. પોતાની કમાણી ઇન્વેસ્ટ કરીને ફસાલેયા લોકો અનેક વર્ષોથી પોતાની રકમ પાછી મેળવવા માટે હેરાન થઈ રહ્યા હતા. હવે સરકારે લોકોની ફસાયેલી રકમને પાછી અપાવવા માટે મોટું પગલું ઊઠાવ્યું છે. કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah)એ આજે સહારા રિફન્ડ પોર્ટલ (Sahara Refund Portal) લૉન્ચ કર્યું છે. આ પોર્ટલ દ્વારા લોકોને ઈન્વેસ્ટ કરેલી રકમ પાછી મળશે.

ઑનલાઈન કરી દેવામાં આવ્યો ડેટા
સહારા રિફન્ડ પોર્ટલના શુભારંભના કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું કે સહારાની સહકારી સમિતિઓમાં જે લોકોના રૂપિયા છેલ્લા ઘણાં વર્ષોથી ડૂબેલા હતા, તેમને પાછા આપવાની પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. તેમણે કહ્યું કે ચાર સહકારી સમિતિઓનો બધો ડેટા ઑનલાઈન કરી દેવામાં આવ્યો છે. આ પોર્ટલ 1.7 કરોડ જમાકર્તાઓને પોતાને રજિસ્ટર કરવામાં મદદ કરશે. આ જમારક્તાઓના ક્લેમનો ઉકેલ લાવવામાં આવશે અને 45 દિવસની અંદર જમાકર્તાઓના પૈસા તેમને તેમના ખાતામાં મળી જશે.

આ રીતે બની પૈસા પાછા આપવા માટેની કમિટી
અમિત શાહે કહ્યું કે સહકારિતા મંત્રાલયના ગઠન બાદ અમે સહારા મામલે જોડાયેલા બધા સ્ટેક હોલ્ડર્સ-સેબી, ઈડી, ઈનકમ ટેક્સ, સીબીઆઈ અને અન્ય અધિવક્તાઓને પણ બોલાવ્યા. તેમણે કહ્યું કે ઈન્વેસ્ટરોનું પ્રતિનિધિત્વ હું કરી રહ્યો હતો. ત્યાર બાદ બધી એજન્સીઓએ મળીને સુપ્રીમ કૉર્ટ (Supreme Court)માં અરજી દાખલ કરી અને સુપ્રીમ કૉર્ટે પણ ઐતિહાસિક નિર્ણય આપ્યો. કૉર્ટે કહ્યું કે જો બધી એજન્સીઓ સંમત છે, તો એક સુપ્રીમ કૉર્ટના પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવે અને પારદર્શી રીતે પેમેન્ટ કરવામાં આવે.

10 હજાર સુધીનું પેમેન્ટ
અમિત શાહે કહ્યું કે આજે અમે પારદર્શી રીતે 5000 કરોડ રૂપિયાના પેમેન્ટની શરૂઆત કરી રહ્યા છીએ. જ્યારે આ 5000 કરોડ રૂપિયા ઈન્વેસ્ટરોને મળી જશે, તો ફરી અમે કૉર્ટ સામે જશું અને અમે કહેશું કે હજી આટલા નિવેશકો બચ્યા છે અને પૈસા આપવામાં આવે. આજે જે પોર્ટલ લૉન્ચ થયું છે. આની મદદથી એક કરોડ ઈન્વેસ્ટરોને 10 હજાર રૂપિયા સુધીની રકમનું પેમેન્ટ કરશે. જેમનું 10 હજાર રૂપિયા સુધીનું ઇન્વેસ્ટમેન્ટ છે અને જેમનું 10 હજારથી વધારેનું ઈન્વેસ્ટમેન્ટ છે, તેમાંથી પણ 10 હજાર રૂપિયાનું પેમેન્ટ કરવામાં આવશે. આને ટ્રાયલ તરીકે શરૂ કરવામાં આવી રહ્યું છે.

ઈન્વેસ્ટરોના પૈસા દરેક સ્થિતિમાં મળશે
અમિત શાહે કહ્યું કે જેમણે ઈન્વેસ્ટમેન્ટ કર્યું તેમને તેમના પૈસા મળીને રહેશે. સાથે જ તેમણે કહ્યું કે જે લોકો ઑનલાઈન ક્લેમ નથી કરી શકતા,તે પોર્ટલ પર નહીં આવી શકે. પણ જરૂરી છે કે બધા ઈન્વેસ્ટરોને પેમેન્ટ કરવામાં આવે. આ માટે ઈન્વેસ્ટર્સ સીએસસી દ્વારા પોતાનું ઑનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે. તે ફોન દ્વારા ગાઈડ કરીને બધી પ્રક્રિયાઓને સમજાવશે.

આધાર સાથે નંબર લિન્ક જરૂરી
સહારામાં ફસાયેલા પૈસાને ક્લેમ કરવા માટે ઈન્વેસ્ટર આધાર ચાલુ મોબાઈલ નંબર સાથે જોડાયેલો હોવો જરૂરી છે. સાથે જ બેન્ક ખાતા સાથે પણ આધાર લિન્ક હોય તે જરૂરી છે. ત્યાર બાદ ફૉર્મ ભરીને ઈન્વેસ્ટમેન્ટ ક્લેમ કરી શકશો અને તેમના પૈસા તેમને 45 દિવસમાં તેમના ખાતામાં આવી જશે.

સહારા ગ્રુપની સહારા ક્રેડિટ કૉ-ઑપરેટિવ સોસાઈટી લિમિટેડ, સહારાયન યૂનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાઈટી, ઈન્ડિયા ક્રેડિટ કૉ-ઑપરેટિવ સોસાઈટી લિમિટેડ અને સ્ટાર્સ મલ્ટીપર્પઝ કૉ-ઑપરેટિવ સોસાઈટી લિમિટેડ પાસે પૈસા જમા કરાવનારા ઈન્વેસ્ટર્સને રાહત અપાવવા માટે સહકારિતા મંત્રાલયે સુપ્રીમ કૉર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યાર બાદ સુપ્રીમ કૉર્ટે 5000 કરોડ રૂપિયા સીઆરસીએસને ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો.

supreme court sahara group amit shah national news business news